વડોદરા બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોના રક્ષણ, ભોજન, રહેઠાણ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાથી પ્રિતી દલાલ ખૂશ | Priti Dalal is happy with the protection, food, shelter, health and education of the children at the Vadodara Child Protection Home. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Priti Dalal Is Happy With The Protection, Food, Shelter, Health And Education Of The Children At The Vadodara Child Protection Home.

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ અધિકાર આયોગ,નવી દિલ્હીના  સભ્યએ બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી - Divya Bhaskar

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ અધિકાર આયોગ,નવી દિલ્હીના  સભ્યએ બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ અધિકાર આયોગ,નવી દિલ્હીના સભ્ય પ્રિતી ભારદ્વાજ દલાલે વડોદરા જિલ્લાના બાળ સંભાળ ગૃહોની મુલાકાત લીધી હતી. વડોદરા બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોની મળેલી રહેલી સુવિધાઓથી તેઓ ખૂશ થયા હતા. તે સાથે તેમને વિભાગો જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે બાળકો અંગે જરૂરી સુચના પણ આપી હતી.

વિવિધ સંસ્થાઓની મુલાકાત
મળેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ અધિકાર આયોગ,નવી દિલ્હીના સભ્ય પ્રિતી ભારદ્વાજ દલાલે વડોદરા જિલ્લાના ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ, સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ, પ્લેસ ઓફ સેફટી, સ્પેશ્યલ એડોપ્શન એજન્સી,ઓબ્ઝર્વેશન હોમ ફોર બોઈઝ, ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ ,દીપક ફાઉન્ડશન સમાજ સુરક્ષા સંકુલ વડોદરાનું નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓ સાથે બેઠક

અધિકારીઓ સાથે બેઠક

સેવાઓથી પ્રભાવિત
તમામ બાળ સંભાળ ગૃહોની મુલાકાત દરમિયાન તમામ બાળકો સાથે રુબરૂ ચર્ચા કરી બાળકોના રક્ષણ, ભોજન, રહેઠાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ બાબતોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આયોગના સભ્ય એલેમ્બીક સી.એસ.આર સંચાલિત સ્પેશ્યલ એડોપ્શન એજન્સી તથા દીપક ફાઉન્ડેશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ, સમાજ સુરક્ષા સંકુલમાં મળતી સેવાઓ નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા.

જરૂરી સુચના આપી
બાળ સંભાળ ગૃહો તથા તેમાં રહેતા બાળકોની પરિસ્થિતિ સહિત તેમને મળતી સુવિધાઓ સારી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન સમાજ સુરક્ષા સહિત બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ સાથે તેમણે ચર્ચા-વિચારણા કરી હતી. પ્રિતી દલાલે અધિકારીઓને બાળકોને લગતી જરૂરી સુચન પણ કર્યું હતું.

أحدث أقدم