No results found

    મહેસાણા બસ સ્ટોન્ડ ખાતે બસમાં બેસવા જતા પ્રોફેસરનો ફોન ચોરાયો | The professor's phone was stolen while he was boarding the bus at Mehsana bus stand | Times Of Ahmedabad

    મહેસાણા30 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર રોડ,મોઢેરા રોડ અને મોઢેરા બસ પોર્ટ તસ્કરો માટે મોબાઈલ ચોરી કરવા માટેનું મોકળું મેદાન સાબિત થઈ રહ્યું છે.ત્યારે મહેસાણા મોઢેરા બસ પોર્ટ પર બસ માં બેસવા ગયેલા પ્રોફેસરનો મોબાઈલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા સમગ્ર મામલે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

    લિંચ ખાતે રહેતા અને જગુદણ એગ્રીકલ્ચર મહા વિદ્યાલય ખાતે પ્રોફેસર તરીકે નોકરી કરતા પ્રતીક આપ્પા પરિવાર સાથે વતન જવા નીકળ્યા હતા.જ્યાં મહેસાણા બસ પોર્ટ પર આવી અમદાવાદ જવાની બસ આવતા પરિવાર સાથે બસમાં બેસવા ગયા એ દરમિયાન અજાણ્યા કોઈ તસ્કરો એ ભીડ નો લાભ ઉઠાવી પ્રોફેસર નો ફોન ચોરી કરી લીધો હતો. બસમાં બેઠા બાદ ખિસ્સામાં હાથ જતા ફોન જોવા ન મળતા આસપાસ તપાસ કરતા ફોન ક્યાંય ન મળતા તેઓએ 15,000 કિંમતના ફોન ચોરી મામલે મહેસાણા બી ડિવિઝનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال