અંકલેશ્વરના જૂના દિવા ગામે ખેડૂત આગેવાનોને નજર કેદ કરી કામગીરી શરૂ કરાતા વિરોધ, નવસારી-સુરત જેટલા વળતરની કરી રહ્યા છે માગ | The protest started in the old Diva village of Ankleshwar by arresting the farmer leaders, demanding compensation as much as in Navsari-Surat. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Protest Started In The Old Diva Village Of Ankleshwar By Arresting The Farmer Leaders, Demanding Compensation As Much As In Navsari Surat.

ભરૂચ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ની ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પહેરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી સામે ખેડૂતો હવે ભડકી ઊઠ્યાં છે.

ઉંટીયાદરા ગામે 4 મે થી પોલીસ બંદોબસ્ત અને આગેવાનોને નજર કેદ વચ્ચે કામગીરી શરૂ કરાયા બાદ આજે બુધવારે અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે પણ પોલીસ કાફલા સાથે કામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉંતિયાદરા બાદ જુના દિવા ગામે ભેગા થયા હતા. જ્યાંથી જબરદસ્તીની કામગીરીનો વિરોધ નોંધાવવા ભરૂચ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરી હતી.આગ બબુલા થયેલા ખેડૂતોએ વધુ બળાપો કાઢ્યો હતો કે, રાજ્ય સરકારે ખેડૂતોના માથા પરથી હાથ ઉઠાવી લીધા હોય એમ લાગી રહ્યું છે. જે ખેડૂતો માટે આઘાતજનક છે. હવે અમે દર સોમવારે કલેકટર કચેરી એ કાર્યકમ આપીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.

નોંધનીય છે કે, ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો નવસારી અને સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને જેટલું વળતર આપવામાં આવ્યું એટલું જ વળતર તેઓને આપવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે.

أحدث أقدم