માલિની પટેલની જામીન અરજી પર સરકારી વકીલનો વિરોધ, આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે | Public prosecutor's opposition to Malini Patel's bail plea, further hearing to be held next day | Times Of Ahmedabad

અમદાવાદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઠગ દંપતી કિરણ પટેલ અને માલિની પટેલ સામે મોરબીના વેપારીએ 31.11 લાખની ઠગાઈની ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટેમાં રજૂ કરી હતી. કોર્ટમાંથી ક્રાઇમ બ્રાન્ચને માલિનીના બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. બાદમાં માલિનીએ આ કેસમાં જામીન અરજી દાખલ કરી હતી જે કોર્ટે ના મંજુર કરી હતી. આથી આ કેસમાં માલિનીના વકીલ નિસાર વૈદ્ય દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઈ હતી. જેની પર આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી.

માલિની પટેલની જામીન અરજી પર સરકારી વકીલનો વિરોધ
આજની સુનવણીમાં માલિની પટેલની જામીન અરજી સરકારી વકીલે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી વકીલે રજુઆત કરી હતી કે માલિની પટેલ સામે અન્ય કેસો પણ હોવાથી જામીન આપી શકાય નહીં. ગુનાની ગંભીરતાને જોતા આરોપીને જામીન મુક્ત કરી શકાય નહીં. છેતરપિંડી મામલે માલિની સામે આ આગાઉ પણ ફરિયાદો થઈ છે. માલિનીએ પતિ કિરણ પટેલ સાથે મળીને અનેક ઠગાઇ આચરી હોવાની રજુઆત સરકારી વકીલે કરી હતી.

વધુ સુનવણી આગામી દિવસમાં હાથ ધરાશે
સરકારના જવાબ પર માલિની પટેલના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં ખોટી રીતે માલિનીને ફસાવવામાં આવી રહી છે. માલિની પટેલ પોલીસ તપાસના સાથ સહકાર આપશે. માલિની પટેલની જામીન મુદ્દે સેશન્સ કોર્ટમાં વધુ સુનવણી આગામી દિવસમાં હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે જગદીશ ચાવડા સાથેની ઠગાઈના કેસમાં માલિનીને તપાસમાં સહકાર અને ગુજરાત નહીં છોડવાની શરતે જમીન મળ્યા હતા.

أحدث أقدم