વિકાસ કામોની ગુણવત્તામાં બાંધછોડ ન કરવા રાઘવજી પટેલની તાકીદ, બાવળીયાએ અકસ્માતો રોકવા પગલાં લેવા સૂચના આપી | Raghavji Patel urges not to compromise the quality of development works, Bavlia instructs to take steps to prevent accidents | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Raghavji Patel Urges Not To Compromise The Quality Of Development Works, Bavlia Instructs To Take Steps To Prevent Accidents

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતનાં કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સરકારી વિભાગોના સંકલનથી પ્રગતિ હેઠળના વિકાસ કામો પૂર્ણ કરવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને સુચના આપી હતી અને સ્પષ્ટ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નિર્માણાધીન વિકાસ કામોની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં. જ્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાત્રિના માનવીય ભૂલોથી થતા અકસ્માતો નિવારવા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને જરૂરી પગલાં લેવા કડક સૂચના આપી હતી.

પાણી અને શૌચાલયની સુવિધા અંગે સૂચનો આપ્યા
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રગતિ હેઠળના કામો તાકીદે પૂર્ણ કરવા ઉપર પ્રભારી મંત્રી રાઘવજી પટેલે ભાર મૂકયો હતો. તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડીના મકાન, કમ્પાઉન્ડ વોલ, પાણી અને શૌચાલયની સુવિધા અંગે સૂચનો આપ્યા હતા. ઉપરાંત શિક્ષણ વિભાગના પ્રશ્નો જેવા કે શાળાઓ સુધી પાકા રસ્તા, શાળામાં ગેટ, કમ્પાઉન્ડ વોલ, પાણી અને શૌચાલય બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કામો તથા મંજૂર કરવાના બાકી હોય તેવી કામગીરીની સમીક્ષા કરી હતી. તથા પ્રગતિ હેઠળના વિકાસ કામો તાકીદે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

વિવિધ પ્રશ્નો આ બેઠકમાં રજુ કરાયા
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાના લોધિકા તાલુકાના કાચા રસ્તાના કામો, મવડી-પાળ રી-સર્વેના કામો સહિત સંસદસભ્ય રામ મોકરીયા તથા મોહનભાઈ કુંડારીયાના વિવિધ પ્રશ્નો આ બેઠકમાં રજુ કરાયા હતા, જેનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી. આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એસ.ટી. બસો, આંગણવાડી કેન્દ્ર, ગ્રામ્ય સડકો તેમજ વૃક્ષારોપણ વગેરે અંગેના પ્રશ્નો પણ રજૂ થયા હતા. તો આગામી તા. 24થી 28 મે દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના ગૌ ટેક એક્સપોનો સંબંધિત સર્વેને લાભ લેવા માટે મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.

أحدث أقدم