No results found

    ભરૂચના જંબુસરમાં ભારે પવન સાથે વરસાદ, રીંગ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઈકને નુકસાન | Rain with heavy wind in Bharuch's Jambusar, three bikes damaged due to falling tree on ring road | Times Of Ahmedabad

    ભરૂચ42 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ભરૂચ જીલ્લામાં બપોર બાદ જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઈકને નુકશાન થવા પામ્યું હતું

    રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિવિધ જીલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને પગલે જંબુસર પંથકમાં બપોર બાદ પવનના સુસવાટા સાથે જોતજોતામાં જ કમોસમી વરસાદ ખાબકતા ગરમી વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા ત્રણ બાઈકને નુકસાન થયું હતું તો ગેરેજ માલિકનો આબાદ બચાવ થયો હતો.કમોસમી વરસાદ વરસતા તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال