અચાનક હવામાનમાં પલટો આવતા વરસાદી માહોલ, વપીમાં ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા | Rainy weather with sudden change in weather, lightning strikes with high winds in Vapi | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થતા તેની અસર વલસાડ જિલ્લામાં જોવા મળી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં દરિયા કિનારે ભારે પવન ફૂંકવાની શરૂઆત થતા પોલીસ વિભાગે સહેલાણીઓની સુરક્ષાના ભાગ રૂપે સહેલીઓ માટે તિથલ બીચ બંધ કરવામાં આવ્યો હતો. સહેલાણીઓને સુરક્ષિત રીતે પરત જતા રહેવા જણાવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાપીના કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વલસાડ જિલ્લામાં અચાનક વર્તવારણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પાવનને લઈને સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે આંબાનાં પાક ઉપર નભતા ખેડૂતો માટે કમોસમી વરસાદ બાદ વધુ એક મોટું સંકટ ટોળાયું હતું. ભારે પાવનને લઈને આંબા વાડીઓમાં કેરીનો તૈયાર પાક ખરી જવાની ચિંતા વધી હતી.

વલસાડ જિલ્લામાં સોમવારે મોડી સાંજે વર્તવારણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજ વીજ સાથે વરસાદ પણ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં તિથલ બીચ સહિત 70 કિલોમોટરના દરિયા કિનારે આવેલ ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. વાપી શહેરમાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વલસાડ શહેરમાં પણ ભારે પવન ફૂંકાતા વલસાડનો તિથલ બીચ સહેલાણીઓ સુરક્ષાને ધ્યાને રાખીને વલસાડ પોલીસે બીચ સહેલાણીઓ માટે બંધ કરાવ્યો હતો. બીચ ઉપર સહેલગાહ માણવા આવેલા સહેલાણીઓને સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા જાગૃત કરવામાં આવ્યા હતા. વલસાફ તાલુકામાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વલસાડ જિલ્લા માં વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી. તો આંબાનાં પાક ઉપર નભતા ખેડૂતોમાં કેરીના તૈયાર પાકને લઈને ચિંતા વધી હતી.

أحدث أقدم