الخميس، 25 مايو 2023

રાજકોટના વેપારીને ધમકાવી 'તું યુવતીઓ સાથે વહીવટ કરતો હતો' કહી પૈસા પડાવ્યા, પોલીસે બંનેને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ | Rajkot businessman threatened and extorted money by saying 'you used to manage with girls', police make both aware of fast law | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Businessman Threatened And Extorted Money By Saying ‘you Used To Manage With Girls’, Police Make Both Aware Of Fast Law

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના જીવરાજ પાર્ક પાસેના શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉમાકાન્ત શેરી નં.4માં રાજદૂત એસ્ટેટમાં પાર્થ ઈલેકટ્રોનિકસ નામે દુકાન ધરાવતા મહેન્દ્ર રામજીભાઈ વાદી (ઉ.વ.45)ને ક્રાઈમ બ્રાંચના માણસો તરીકેની ઓળખ આપી 15 હજાર પડાવી લેનાર બે આરોપી સલીમ ઉર્ફે જીગો ગફારભાઈ ઠેબા અને સંદીપ ઉર્ફે ગાંડો કિશોર રામાવતને એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

યુવતીઓ સાથે વાત અને વહીવટ કરે છે
મહેન્દ્રભાઈ ગઈ તા.23ના રોજ દુકાનેથી બાઈક લઈ રઘુવીરપરા શેરી નં.14માં વેપારીને દસ સ્ટેબીલાઈઝર આપવા આવ્યા હતા. જે આપી બાઈક ઉપર પરત દુકાને જતા હતા. ત્યારે લક્ષ્મીનગર નાલા પાસે એકસેસ પર આવેલા બે શખસોએ આંતરી ઉભા રાખી કહ્યું કે અમે ક્રાઈમ બ્રાંચમાંથી આવ્યા છીએ. તું રઘુવીરપરા શેરી નં.14માં યુવતીઓ સાથે વાત અને વહીવટ કરતો હતો. જેથી તને પોલીસ સ્ટેશને લઈ જવો છે. જયાં તને પુરી દેવો છે આમ કહી ધમકાવતા તે ડરી જતા બાઈક લઈ ભાગવા ગયો હતો.

મેં કોઈ યુવતી સાથે વાત કરી નથી
ત્યારે એક શખસ તેના બાઈક પાછળ બેસી ગયો હતો. એટલું જ નહીં પાછળ બેસી હેન્ડલ પોતાના હાથમાં લઈ બાઈક ચલાવા લાગ્યો હતો. થોડે દુર ગયા બાદ બાઈકની ચાવી કાઢી લઈ સાઈડમાં ઉભા રાખી કહ્યું કે હવે શું કરવાનું છે. જેથી તેણે મારો કોઈ વાંક નથી, મેં કોઈ યુવતી સાથે વાત કરી નથી. હું તો માત્ર માલ આપવા આવ્યો હતો કહેતા હોય તો તે વેપારી સાથે વાત કરાવું તેમ કહ્યું હતું. જે સાંભળી તે શખસ હું કોઈ સાથે ફોનમાં વાત કરતો નથી તેમ કહી પૈસાની ઉઘરાણી કરી હતી.

એકસેસ ઉપર બીજો શખસ પણ આવી પહોંચ્યો
બાદમાં તેનું બાઈક ચાલુ કરાવી વિરાણી ચોકથી આગળ મ્યુનિસિપલ કમિશ્નરના બંગલા નજીકના બગીચાની અવાવરૂ શેરીમાં લઈ ગયો હતો. જ્યાં એકસેસ ઉપર બીજો શખસ પણ આવી પહોંચ્યો હતો. બંનેએ 50 હજારની માંગણી કરી ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપી હતી. તેણે પોતાના પાકિટમાં 700 દેખાડયા હતા. જયારે બીજા ખિસ્સામાં 16 હજાર જોઈ જતા બંને શખસોએ તે રકમ કાઢી લઈ તેમાંથી એક હજાર પરત આપી 15 હજાર રાખી લીધા હતા. બાદમાં તેને જવા દીધો હતો.

બંને આરોપીઓને ઝડપી લીધા
પોતે તત્કાળ પોલીસને જાણ કરી ન હતી. બાદમાં ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝનના ઈન્ચાર્જ PI જી.એન.વાઘેલા અને ASI એમ.વી.લુવા, ભરતસિંહ ગોહિલ સહિતના સ્ટાફે મળી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ પાસેથી પોલીસે 15 હજાર રોકડા, ગુનામાં વપરાયેલું બાઈક, બે મોબાઈલ પણ કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી સલીમ આ અગાઉ થોરાળા પોલીસ મથકમાં પોલીસના સ્વાંગમાં તોડ કરતા પકડાયો છે.

પોલીસના સ્વાંગમાં લોકો પાસેથી તોડ કર્યા
આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં દારૂ, ચોરી, જાહેરનામા ભંગ સહિતના આઠ ગુનામાં પકડાઈ 2022માં પાસાની હવા પણ ખાઈ આવ્યો છે. જ્યારે આરોપી સંદીપ સામે અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને રાજકોટમાં ચોરી, જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધાયેલા છે. તે પણ 2022માં પાસાની હવા ખાઈ આવ્યો છે. બંને આરોપીઓએ પોલીસના સ્વાંગમાં બીજા કેટલા લોકો પાસેથી તોડ કર્યા તેની હવે એ-ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.