الأربعاء، 31 مايو 2023

રાજકોટના સિક્કાપ્રેમીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર સાથે સિક્કાથી મઢેલો ખેસ તૈયાર કર્યો, અર્પણ કરવાની ઇચ્છા | Rajkot coin lover prepares a coin-studded sash with Dhirendra Shastri's picture, wish to offer | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દરેક વ્યક્તિના એક અલગ અને અનોખા શોખ હોય છે. મૂળ ઉનાના અને રાજકોટ રહેતા નરેન્દ્ર ભાઈને ચલણી નોટો અને સિક્કા ભેગા કરવાનો શોખ ધરાવે છે. ખાસ રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવી રહ્યા છે ત્યારે તેમના માટે તેઓએ ખાસ અલગ અલગ સિક્કાની મદદથી ધીરેન્દ્ર શાસ્ત્રી માટે તેમના ફોટા સાથેનો ખેસ તૈયાર કર્યો છે જે ખેસ તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરવા ઇચ્છા ધરાવે છે.

3 દિવસે ખેસ તૈયાર થયો
નરેન્દ્રભાઇ વિશ્વભરના નોટો અને સિક્કા એકઠા કરવાનું જુનુન છે અને અત્યાર સુધીમાં તેઓએ તેમના આ શોખ અને જૂનુન થી એક લાખ પચાસ હજાર જેટલા કોઇન ભેગા કર્યા છે. જુના બ્રિટીશ સમયના આ સિક્કાઓ ભેગા કરીને તેઓ રાજકોટમાં આવનાર હસ્તીઓનું સ્વાગત કરે છે. એટલું જ નહીં તેઓ સેલિબ્રિટીઓને વધાવવા બે-ત્રણ દિવસનો સમય કાઢીને ખેસ તૈયાર કરે છે અને એ ખેસમાં મખમલનું કાપડ, તૂઇ વિવિધ પ્રકારના પેચ તથા સેલિબ્રિટીનો ફોટો લગાવીને આ સિક્કાઓથી તેને સજાવે છે.

અનેક સેલેબ્સને ખેસ પહેરાવ્યા છે
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં તેમનું સ્વાગત કરવા માટે પણ નરેન્દ્રભાઇએ ખાસ ભગવા કલરનો ખેસ તૈયારી કરીને રાખ્યો છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા આ શોખને સમર્પિત છું અને આના માટે મેં હજુ સુધી મારું પોતાનું ઘરનું ઘર પણ ખરીદ કર્યું નથી. નરેન્દ્રભાઇ સોરઠીયાએ અત્યાર સુધીમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, VYOના વ્રજરાજ મહારાજ, જાણીતા કલાકાર માયાભાઇ આહીર, કીર્તિદાન ગઢવી, શહાબુદીનભાઈ રાઠોડ જેવા અનેક નામી અનામી લોકોનું ખેસ પહેરાવી સ્વાગત કર્યુ છે. તેઓ પોતાની આ કલા અને શોખ વિવિધ શાળા-કોલેજોમાં પ્રદર્શન કરીને બાળકોને માર્ગદર્શન આપે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.