Tuesday, May 16, 2023

તમામ તાલુકામાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર શરૂ કરવા રાજકોટ કલેકટરની સૂચના, ડેન્ગ્યૂ નાબૂદી માટેના શપથ લેવાયા | Rajkot collector's instruction to start child malnutrition treatment center in all taluks, oath taken for dengue eradication | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Collector’s Instruction To Start Child Malnutrition Treatment Center In All Taluks, Oath Taken For Dengue Eradication

રાજકોટ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની મિટિંગ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થઈ રહેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરે બાળકોમાં કૂપોષણ નાબૂદી માટે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર (ચાઈલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર) શરૂ કરવા સૂચના આપી હતી. તથા જન્મસમયે બાળમૃત્યુદર ઘટાડવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમજ આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ડેન્ગ્યૂ નાબૂદી માટેના શપથ લેવડાવ્યા હતા.

ન્યૂબોર્ન કેર યૂનિટ શરૂ કરવા સૂચના
કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું હતું કે, બાળક તંદુરસ્ત જન્મે તે હેતુથી ગર્ભાવસ્થા દરમિયાન જ મહિલાઓની સોનોગ્રાફી તેમજ તપાસ સઘન કરવી જોઈએ. તેમજ જિલ્લાના ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી તથા જેતપુર સબ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સેન્ટરમાં સગર્ભા મહિલાઓની અલ્ટ્રાસોનિક સોનોગ્રાફી તપાસ કરવા ખાનગી એજન્સીઓનો સહયોગ લેવા એમ.ઓ.યુ. કરવા જણાવ્યું હતું. તથા ઉપલેટા તથા ગોંડલમાં સીક ન્યૂબોર્ન કેર યૂનિટ શરૂ કરવા સૂચના આપી હતી.

વિવિધ યોજનાઓ બનાવાઈ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્ય માટે વિવિધ યોજનાઓ બનાવાઈ છે, જેનો ઉલ્લેખ કરતા કલેક્ટરે પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા યોજના, અટલ સ્નેહ યોજના, કાંગારૂ મધર કેર, રસીકરણ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય તપાસ વગેરે જેવા કાર્યક્રમો-યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે જોવા ખાસ જણાવ્યું હતું. આ સાથે જિલ્લાની વિવિધ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પૂરતો જથ્થો જાળવવા તેમજ અદ્યતન સાધનો વસાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી.

Related Posts: