- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- Rajkot To Bikaner Luxury Bus Meets With Accident Near Tankara; Three Were Injured When The Bus Rammed Into The Back Of The Truck
મોરબી6 મિનિટ પહેલા
- કૉપી લિંક

ટંકારા નજીક બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બસમાં સવાર ડ્રાઈવર-કંડક્ટર સહિતના ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી પોલીસ ટીમ તાકીદે દોડી ગઈ હતી.

બનાવની મળતી માહિતી મુજબ, રાજકોટથી બિકાનેર જતી લક્ઝરી બસ ટંકારા નજીક આર્ય વિધાલયમ પાસે પહોંચી ત્યારે આગળ જતા ટ્રક પાછળ અથડાઈ હતી. લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતા બસના ડ્રાઈવર, કંડક્ટર સહિતના ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે બનાવની જાણ થતા 108 ટીમના ઇએમટી પરમાર કલ્પેશ અને પાયલોટ જાડેજા કૃષ્ણરાજસિંહ સહિતની ટીમ દોડી ગઈ હતી.

અકસ્માતમાં બસના ડ્રાઈવર દલુરામ ખેમારામ (ઉ.વ.૪૨), કંડકટર બાલારામ વરીગારામ (ઉ.વ.૪૫) અને મુલારામ ખેમારામ (ઉ.વ.૨૫) ડ્રાઈવરના સગા એમ ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી ટંકારા પીએસઆઈ એચ.આર.હેરભાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસના જયપાલસિંહ ઝાલા, સોયબભાઈ અને સાગરભાઈની ટીમ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું