જિલ્લા પંચાયતના મકાન માટે નિયમ મુજબ જમીન આપવા માગ | Request to give land for Zilla Panchayat building as per rules | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 92 કરોડની રકમ ભરી શકાય તેમ ન હોવાનું જણાવાયું

જિલ્લા પંચાયતના નવા મકાન માટે સેક્ટર-16માં ખાલી જમીન પડી હતી. આથી જમીન લેવા માટે નવી જંત્રી મુજબ ભાવ ચુકવવાનો થાય છે. આથી અંદાજે 92 કરોડ રૂપિયા ચુકવવાના થતાં હતા. જેને પરિણામે જિલ્લા કલેક્ટરે સરકારી કચેરીના નિયમ મુજબ જમીન આપવાની માંગણી સાથે પત્ર લખ્યો હોવાની ચર્ચા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળતી હતી.

છેલ્લા સાડા ચાર દાયકા જુના જિલ્લા પંચાયતનું મકાન બેસવા લાયક યોગ્ય નહી હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. જોકે સુરતની સરકાર માન્ય એજન્સી દ્વારા બે પ્રકારની ચકાસણી કરી હતી. જિલ્લા પંચાયતનું મકાન જર્જરીત હોવાથી નવા મકાન માટે જમીન ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તારાપુર, ચિલોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જમીન ફાળવવાની વાત કરી હતી.

પરંતુ કચેરીની કામગીરી માટે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી પડે તેમજ કર્મચારીઓને પણ કલેક્ટર કે કમિશનર કચેરીની કામગીરી માટે પણ હાલાકી પડે તેમ હોવાથી તેનો વિરોધ કર્યો હતો. જોકે ત્યારે નગરના સેક્ટર-16માં જમીન હોવાથી તેની માંગણી કરવામાં આવી હતી. આથી મહેસુલ વિભાગે નવી જંત્રીના ભાવ મુજબ જમીન ફાળવવાનું જણાવ્યું હતું.

આથી નવી જંત્રી મુજબ જમીનની કિંમત અંદાજે 92 કરોડ જેટલી થતી હોવાથી આટલી મોટી રકમ ભરી શકાય તેમ નથી. જેને પરિણામે ગાંધીનગર જિલ્લા પંચાયતના નવીન બિલ્ડીંગ માટે જમીન ફાળવવા માટે સરકારી કચેરીના મકાન માટે જમીન આપવાના નિયમોનુંસાર જમીન આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ મકાન વિભાગ અને મહેસુલ વિભાગને પત્ર લખ્યો હોવાની ચર્ચા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળતી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના નવા મકાન માટે સેક્ટર-16માં ખાલી જમીન પડી હતી. આથી જમીન લેવા માટે નવી જંત્રી મુજબ ભાવ ચુકવવાનો થાય છે. આથી અંદાજે 92 કરોડ રૂપિયા ચુકવવાના થતાં હતા.

أحدث أقدم