હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિમાં પરીક્ષાદરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓનું પ્રોરેટા પદ્ધતિથી પરિણામ જાહેર કરાશે | The results of the players participating in the national and international competition will be announced during the examination in Hemchandracharya U.G. Uni using pro rata method. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Results Of The Players Participating In The National And International Competition Will Be Announced During The Examination In Hemchandracharya U.G. Uni Using Pro Rata Method.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠકમાં યુનિવર્સિટી તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં રમવા જતા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓ પરીક્ષાઓનાં ચિંતાથી મુકત બની રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરે તે માટે પ્રોત્સાહન રૂપે પરીક્ષાઓ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર ખેલાડીઓનું પરીક્ષાનું પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓને પરીક્ષાની ચિંતા માંથી મુક્ત કરવા માટે પ્રોરેટા પદ્ધતિથી તેમનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીની સંપૂર્ણ પરીક્ષાનું પરિણામ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીનું 3 વિષય સુધીનું પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરવામાં આવશે. તેવું શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું. આ અંગે યુનિ.નાં પરીક્ષા નિયામક ડો. મિતુલભાઈ દેલિયાએ જણાવ્યું હતું કે, પ્રોરેટા એટલે કે પૂર્વે પરીક્ષાનાં ગુણ (પરીણામ)ની ગણતરી કરાય છે. જેમાં બે પદ્ધતિથી પરિણામ જાહેર કરાય છે. એક પરીક્ષામાં એક બે વિષયની પરીક્ષા ના આપી હોય તો અન્ય વિષયોમાં મેળવેલા ગુણો આધારિત તે વિષયનો ગુણ મૂકવામાં આવે છે. તેમજ બીજી રીતમાં સંપૂર્ણ પરીક્ષા ન આપી હોય તો અગાઉ આપેલી આંતરિક કોલેજ કે યુનિવર્સિટીની પરીક્ષામાં તેને મેળવેલા ગુણ આધારિત પરિણામ આપવામાં આવે છે.

أحدث أقدم