વડોદરામાં RSSનો દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ, વિવિધ પ્રાંતના સેવકો ઉપસ્થિત રહ્યા | Inauguration of 2nd Year Sangh Shiksha Class of RRS in Vadodara, Sevaks from various Provinces attended | Times Of Ahmedabad

વડોદરા12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરામાં આર.આર.એસ.નો શિક્ષા વર્ગનો પ્રારંભ - Divya Bhaskar

વડોદરામાં આર.આર.એસ.નો શિક્ષા વર્ગનો પ્રારંભ

શહેરમાં આજથી 21 દિવસ ચાલનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો હતો. આ શિક્ષા વર્ગમાં ગુજરાત, પશ્ચિમ મહારાષ્ટ્ર, કોંકણ, વિદર્ભ, દેવગીરી પ્રાંતના સ્વયંસેવકો ભાગ લેનાર છે.

વિવિધ પ્રાંતના સેવકો ઉપસ્થિત રહ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ હરણી રોડ ઉપર આવેલ મોટનાથ મહાદેવની પાસે, આવેલી સ્કૂલમાં થયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સંઘ પશ્ચિમ ક્ષેત્રના સહ કાર્યવાહ યશવંત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ પ્રાંતના સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

ભારત માતાની પૂજા કરવામાં આવી

ભારત માતાની પૂજા કરવામાં આવી

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો જોઇએ
રાષ્ટ્રીય સ્વયં સંઘ પશ્ચિમ ક્ષેત્રના સહ કાર્યવાહ યશવંત ચૌધરીએ શિક્ષાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ સંઘકાર્ય જેને આપણે ઈશ્વરીય કાર્ય કહીએ છીએ એને વધારે સારી રીતે કરી શકીએ એ માટેના ગુણ વિકાસ અર્થે આવા પ્રશિક્ષણ વર્ગ આવશ્યક છે. સંઘકાર્ય સાધના છે અને આવા પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી તે નિરંતર આગળ વધે છે. આ માટે જીવનમાં સદા વિદ્યાર્થી બની શીખતાં રહી સામાન્ય માંથી શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

શિક્ષા વર્ગમાં જોડાયેલા સેવકો

શિક્ષા વર્ગમાં જોડાયેલા સેવકો

સ્વયં સેવકો હાજર રહ્યા
આજ તા. 8-5-2023થી તા. 28-5-2023 સુધી ચાલનારા વર્ગમાં શિક્ષાર્થી પૂર્ણ સમય ઉપસ્થિત રહી રાષ્ટ્રભક્તિ, સેવા, સમાજ સંગઠન જેવા અનેક વિષયોનું પ્રશિક્ષણ મેળવશે. આ અવસર પર અતિથિ વિશેષ સામાજિક કાર્યકર સુરેશભાઈ પટેલ અને વર્ગ સર્વાધિકારીની વિશેષ ઉપસ્થિતિ આજથી શરૂ થયેલા શિક્ષા વર્ગમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો હાજર રહ્યા હતા.

أحدث أقدم