RTO લુણાવાડા ખાતે ફોર વ્હિલર વાહનોના બાકી રહેલા ફેન્સી નંબરની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવશે | Online auction of remaining fancy number of four wheeler vehicles will be started at RTO Lunawada | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

મહિસાગર જિલ્લાની જાહેર જનતા માટે આગામી નવા રજીસ્ટર ફોર વ્હિલર GJ35 -H અને GJ35-N વાહનોના બાકી રહેલ ફેન્સી નંબરની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવશે. ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાની તારીખ 18/05/2023 થી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20/05/2023 સાજે 04:00 કલાક સુધી રહેશે.ઇ-ઓકશન શરૂ તારીખ 20/05/2023, થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ 22/05/2023 સાંજે 04:00 કલાક સુધી રહેશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે Https://vahan.parivehan.gov.in/fancy પર નોંધણી યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઇ.ટી/પસંદગી નંબર/Online auction/7421 તા.12/10/2017 Appendix-A(આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પુરી થયાના 5 દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામ નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહીં. અસફળ અરજદારે રીફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે.

أحدث أقدم