નાની ઉંમરે પ્રેમ કરતા સગીરા ગર્ભવતી બની, સમાજના ડરથી ફાંસો ખાધો | Sagira who fell in love at a young age became pregnant, trapped by the fear of society | Times Of Ahmedabad

નવસારી37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 2 માસ બાદ DNA ગામના સગીર યુવાન સાથે મેચ થતા પોલીસે ફરિયાદ નોંધી

નવસારી તાલુકામાં એક ગામે રહેતી 16 વર્ષીય સગીરાએ ગામના જ એક યુવાન સાથે પ્રેમ કર્યો તે દરમિયાન સગીરા પ્રેગનેન્ટ બની જતા સમાજના ડરથી 2 માસ પહેલા ફાંસો ખાધો હતો. પરિવારની ફરિયાદને આધારે ગર્ભનો DNA ટેસ્ટ કરવામાં આવતા જે યુવાન યુવાન સાથે સબંધ હતા તેના DNA મેચ થતા આ સગીર યુવકને ડિટેન કર્યો હતો.

નવસારી તાલુકાના એક ગામે રહેતા સગીર યુવક યુવતીમાં પ્રેમ થયો અને સબંધો બંધાયા પ્રેગન્ટ થયાની જાણ થતાં તેમના માતાપિતા આ બાબતે તેને બોલશે અને સમાજમાં બદનામી થશે તેવી વાતને લઈ સગીરા ગભરાઈ અને 31 માર્ચ 2023 ના રોજ ઘરે એકલી હતી ત્યારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું.

આ બાબતે તપાસ કરતા પીઆઈ ડી.કે.પટેલે તપાસ કરતા પીએમમાં ગર્ભ હોવાની જાણ થતાં તેણીના પરિવારના નિવેદન લઈ ગામના જ એક સગીરનું લોહીનું સેમ્પલ DNA મેચ કરાવવા માટે આગળની કાર્યવાહી કરી હતી.

જેમાં 2 માસ બાદ સગીરનું DNA મેચ થયું હતું. જેને લઈ મેડિકલ પુરાવાને ધ્યાને લઇ સગીરાને પ્રેગન્ટ બનાવનાર સગીર યુવકને ડિટેન કરી આગળ ની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ કરી રહી છે. સંતાનો નાની ઉંમરે પ્રેમ કરી તેઓ આડે અવળે રસ્તે ચઢી જાય અને પ્રેમનો કરુણ અંજામ આવે તે માટે વાલીઓ એ પોતાના વ્હાલા સંતાનોને શિખામણ અને માર્ગદર્શન આપવું જરૂરી બન્યું છે.

મૃતક સગીરાના ભૃણનો DNA મેચ થતા ફરિયાદ નોંધી
નવસારીના એક ગામમાં સગીરાએ ફાંસો ખાધો તેમાં પીએમમાં ભ્રુણ આવતા તેનું એક શકમંદ યુવાન સાથે DNA મેચ થતા આ યુવાનની અટક કરી પણ તે સગીર હોવાનું ખુલતા તેને ડિટેન કરી પોલીસ ફરિયાદ નોંધી છે.> ડી.કે.પટેલ, પીઆઇ ગ્રામ્ય, નવસારી

Previous Post Next Post