ચોટીલા તાલુકાના સાલખડા ગામે અનુ.જાતિના વિસ્તારમા પાણી પૂરું પાડવામાં ન આવતા મહિલાઓ માટલા ફોડી હલ્લાબોલ કર્યો | Salkhada village of Chotila taluka made a fuss over women not being provided with water in the respective caste area. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાલખડા ગામે અનુ.જાતિના વિસ્તારમા પાણી પૂરું પાડવામાં ન આવતા મહિલાઓ માટલા ફોડી હલ્લાબોલ કર્યો હતો. જેમાં ભરઉનાળે મહિલાઓને દૂરથી પાણી ભરવા જવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી ચોટીલા મામલતદાર કચેરી ખાતે મહિલાઓ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનોએ માટલા ફોડી વિરોધ કર્યો હતો.

ચોટીલા તાલુકાના સાલખડા ગામે પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હોવા છતાં પાણી ન મળતા રોષ દાખવ્યો હતો. અને આગામી દિવસોમાં પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે રોસે ભરાયેલી મહિલાઓ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનોએ કચેરીમાં માટલા ફોડી હલ્લાબોલ અને ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કર્યો હતો.

أحدث أقدم