બોરમાં ખારું પાણી આવે છે, તંત્ર દ્વારા પ્રોજેક્ટના નામે લાખો રુપિયાનો વેડફાટ; પાણીચોરીના કારણે ટેન્કરો વેચાતી મંગાવીને દિવસો પસાર કરવા પડે છે | Salty water comes in bores, waste of lakhs of rupees in the name of project by Tantra; Due to water theft, one has to spend days calling for tankers to be sold | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Salty Water Comes In Bores, Waste Of Lakhs Of Rupees In The Name Of Project By Tantra; Due To Water Theft, One Has To Spend Days Calling For Tankers To Be Sold

વડોદરા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છેલ્લા 25 વર્ષથી વડોદરા મહાનગર પાલિકામાં શાસન કરી રહેલા ભાજપ દ્વારા વડોદરા શહેરનો વિકાસ અને વિસ્તાર વધારવાની સાથે પાણીના નવા સ્ત્રોત ઉભા કરવાનો પણ ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ, આ પ્રયાસ હાલ નિષ્ફળ જતો હોય એવુ લાગી રહ્યું છે. પાણીનાં યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવના કારણે વડોદરાના લોકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની ઋતુમાં પાણી માટે વલખાં મારવા પડશે. બીજી તરફ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડ દ્વારા વેચવામાં આવતા પાણીની ટેન્કરની માંગમાં પણ વધારો થઇ ગયો છે.

પાણીના વેપારમાં તેજી
કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટ્રેક્ટર-ટેન્કરો દ્વારા પાણી પહોંચાડતા કોન્ટ્રાક્ટરને 4000 લિટર પાણીની એક ટેન્કરનું રૂપિયા 385 ભાડૂ અને 5000 લિટર પાણીની એક ટેન્કરના 505 રૂપિયા ચૂકવીને શહેરના 4 ઝોનમાં વિનામૂલ્યે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં સ્લમ વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે ખાનગી ટેન્કરો પાણીનો વેપાર કરતી એજન્સીઓ દ્વારા 30 દિવસમાં જ એક 4000 લિટર પાણીની એક ટેન્કરના રૂપિયા 600 પ્રમાણે 500 ટેન્કર વેચીને રૂપિયા 3 લાખનો વેપાર કર્યો છે.

પાણીના પ્રોજેક્ટના નામે લાખ્ખો રૂપિયાનો વેડફાટ
વડોદરા શહેરમાં દર વર્ષ ઉનાળાની શરૂઆત સાથે પાણીનો કકળાટ શરૂ થઇ જતો હોય છે તેમ છતાં કોર્પોરેશનના સત્તાધારીઓના આગોતરા આયોજનના અભાવના કારણે વડોદરાના લોકોને ઉનાળાની ઋતુમાં પાણી માટે વલખાં મારવાનો વખત આવે છે. કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે 24×7 જેવી યોજનાઓ પણ લાવ્યા હતા પરંતુ, આ યોજના પણ સફળ થઇ નથી અને પાયલોટ પ્રોજેક્ટના નામે લાખ્ખો રૂપિયાનો વેડફાટ થઇ ગયો છે. 24×7 પાણી શહેરીજનોને પાણી આપવાના સપના બતાવીને કોર્પોરેશનના ભાજપના શાસકોએ ગત કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભરપૂર ફાયદો પણ ઉઠાવી લીધો હતો.

ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી અપાતું નથી
ઉનાળાની ઋતુમાં વડોદરા શહેરમાં પાણીની સર્જાતી મુશ્કેલી અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને પ્રતિદિન મહી નદીમાંથી 300 એમ.એલ.ડી., આજવા સરોવરમાંથી 145 એમ.એલ.ડી., સિંધરોટમાંથી 75 એમ.એલ.ડી. અને ખાનપુર કેનાલ આધારિત 75, મળી કુલ 595 એમ.એલ.ડી. પાણી મળે છે. તેની સામે વડોદરા શહેરના લોકોની 550 એમ.એલ.ડી. પાણીની માંગને પૂરી કરવામાં આવે છે. આવક કરતા માંગ ઓછી છે એટલે કે હજુ પણ 50 એમ.એલ.ડી.ની પાણી મળી શકે તેમ છે.

ડૉ. હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ

ડૉ. હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વખતે પાણીની મુશ્કેલી સર્જાશે નહિં. વડોદરા કોર્પોરેશન પાસે પાણી મેળવવાના બે મુખ્ય સ્ત્રોત મહિસાગર અને આજવા સરોવર છે. બંનેમાંથી 590 એમ.એલ.ડી. પાણી મળે છે. લાઇન લોસ અને પાણી ડિસ્ટ્રીબ્યુશનની ત્રુટીઓના કારણે કોર્પોરેશન ઉનાળાની ઋતુમાં શહેરીજનોને પુરતા પ્રમાણમાં પાણી આપી શકતું નથી. આવનારા દિવસોમાં શહેરીજનોની માંગ પ્રમાણે પાણીનો જથ્થો મળી રહે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાણીચોરીને કારણે પાણી મળતું નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-2021ના નિયમ મુજબ વ્યક્તિ દિઠ 135 લિટર પાણી આપવામાં આવે છે અને એક મકાન દીઠ અડધાનું પાણીનું કેનેક્શન આપવામાં આવે છે પરંતુ, કેટલાક લોકો દ્વારા પાણીની ઘટ પુરવા માટે ગેરકાયદેસર એકનું કનેક્શન કરાવીને તો કેટલાક લોકો મોટર મૂકીને પાણીની ચોરી કરતા હોય છે. પરિણામે એક સમાન લોકોને પાણી મળવું જોઇએ તે મળી રહ્યું નથી. પાણીની ચોરી અટકાવવા માટે તેમજ લાઇન લોસ માટે કોર્પોરેશનની ટીમો દ્વારા અવાર-નવાર ચેકિંગ કરવામાં આવે છે અને જે લોકો પાણીની ચોરી કરતા પકડાઇ છે. તેઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.

લોકો પાણી માટે વલખાં મારે છે
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે (ભથ્થુ) ઉનાળામાં પાણી અંગે પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંત સત્તા ભોગવી રહેલા ભાજપના શાસકો દ્વારા આયોજનના અભાવના કારણે વડોદરાના લોકોએ ઉનાળામાં પાણી માટે વલખાં મારવાનો વખત આવે છે. આજે પણ શહેરના 75 ટકાથી વધુ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું જ નથી અને તેમાં પણ દિવસના માંડ અડધો કલાક પાણી આવે છે. ઉનાળામાં પાણીના વપરાશ સામે પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી.

ટેન્કરો મગાવવા પડે છે
વાઘોડિયા રોડ ઉપર રહેતા પ્રેક્ષાબહેન પટેલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં પાંચ ટાવર છે. એક ટાવરમાં 50થી 60 લોકો રહે છે. કોર્પોરેશનનું પાણી પુરતા પ્રમાણમાં આવતું ન હોવાથી લોકોને ફાયર બ્રિગેડમાંથી પાણીની ટેન્કરો વેચાતી મંગાવીને દિવસો પસાર કરવા પડે છે. અમારી સોસોયાટીમાં તમામ ટાવરો દ્વારા રોજ 10થી 12 પાણીની ટેન્કરો મંગાવવામાં આવે છે. સવારથી મોડી રાત સુધી પાણીની ટેન્કરોની આવનજાવન શરૂ થઇ જાય છે. શાકભાજીની જેમ હવે પાણીના જગ ભરીને ટેમ્પો આવવાનું શરૂ થઇ ગયું છે.

બોરમાં ખારું પાણી આવે છે
ઉલ્લેખનિય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી વેરો પૂરો વસુલ કરવામાં આવે છે. પરંતુ, પાણી વેરા સામે પૂરતું વળતર આપવામાં આવતું નથી. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી પાણીની સમસ્યા વિકટ બની જતી હોય છે. પૂર્વ વિસ્તારમાં લોકો બોર કરાવી પાણીનો પ્રશ્ન હલ કરી શકે છે. પરંતુ, પૂર્વના મોટાભાગના વિસ્તારમાં બોરમાં ખારું પાણી નીકળતું હોવાથી લોકો બોર કરતા ખચકાતા હોય છે.

أحدث أقدم