સુરતમાં આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા, ચાર નમૂના ફેલ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી | Samples of ice cream were taken in Surat, four samples failed and legal action taken | Times Of Ahmedabad

સુરત12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
જાણીતા આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાંથી લીધેલા નમુના ફેલ થયા - Divya Bhaskar

જાણીતા આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાંથી લીધેલા નમુના ફેલ થયા

ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે છેલ્લા બે ત્રણ દિવસથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અસહ્ય ગરમી અને ઉપલાદ થી રાહત અનુભવવા માટે સુરતીઓ જે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પી રહ્યા છે તેના કેટલાક સેમ્પલો ફેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણીતા આઈસ્ક્રીમ નમુના ફેલ

સુરતીઓને સ્વાદ પ્રિય જનતા તરીકે ઓળખવામાં આવે છે તેઓ ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમ તેમજ અન્ય ઠંડા કોલ્ડ કોકો જેવા પીણા પીવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે જે જાણીતા આઈસ્ક્રીમ વિખ્યાતાને કોલ્ડ કોકો વેચનારા છે તેમના ત્યાંથી આરોગ્ય વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂનાનો રિપોર્ટ આવી ગયો છે. હેલ્થ લેબોરેટરીમાં તપાસવામાં આવેલા નમૂનાઓ ફેલ થતાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રોટીનની માત્રા ધારાધરણ કરતા અલગ

આરોગ્ય અધિકારી સાળુંકેએ જણાવ્યું કે સુરત હેલ્થ અને હોસ્પીટલ) અને ડેઝીગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સુચના તથા સીધા માર્ગદર્શન મુજબ ચાલુ માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી આઈસક્રીમના નમૂનાઓ લેવામાં આવ્ય હતા. જે પૈકી નીચે જણાવેલ કુલ-04 નમુનાઓ ધારા ધોરણ મુજબના માલુમ પડ્યા નથી. જેથી જે તે સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવા કરવામાં આવશે.

કોના કોના નમુના ફેલ થયા

1

હનુમંતે આઈસક્રીમ એન્ડ લીક્વીડ

5/150, તર્પણ બિલ્ડીંગ, રૂવાલા ટેકારા, ખાઉધરા ગલી, મેઈન રોડ, સુરત

કાજુ અંજીર આઈસક્રીમ

મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીન નું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે. અને

બી. આર. રીડીંગ નું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે.

2

અમરદીપ આઈસક્રીમ એન્ડ જ્યુસ

વોર્ડ નંબર-15/જી, બી નંબર-15, અંબિકા સોસા., ફુલપાડા, કતારગામ, સુરત

અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસક્રીમ

મિલ્ક ફેટનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે. અને બી. આર. રીડીંગ નું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે.

3

બાલાજી આઈસક્રીમ પાર્લર

દુકાન નંબર-એ/01, જી.એફ., શિવાલી એવેન્યુ, દમણવાલા કોમ્પ્લેક્સ, ઉધના, સુરત

વેનીલા આઈસક્રીમ

મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે. અને

બી. આર. રીડીંગ નું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે.

4

ભરકાદેવી આઈસક્રીમ

દુકાન નંબર-18, પ્રયોશા પ્રાઇમ, સી આર પાટીલ રોડ, કરડવા રોડ, ડિંડોલી, સુરત

વેનીલા આઈસક્રીમ

મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળી આવ્યું છે.

أحدث أقدم