No results found

    વડોદરાના સંગીતા ચોકસીની ઇન્ડિયા ટીમના મેનેજર તરીકે પસંદગી કરવામાં આવી | Sangeeta Choksi from Vadodara was selected as the manager of the India team | Times Of Ahmedabad

    વડોદરા33 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    ઇન્ડિયા મલ્લખંભ ટીમ - Divya Bhaskar

    ઇન્ડિયા મલ્લખંભ ટીમ

    વિશ્વ મલ્લખંભ ફેડરેશન તથા મલ્લખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી બીજી વિશ્વ મલ્લખંભ ચેમ્પિયનશિપનું આયોજન 9 મેથી 12 મે 2023 દરમિયાન ગોલકગંજ, આસામ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરા શહેરના સંગીતા ચોકસીની મલ્લખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયા ટીમના મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં તેઓ મલ્લખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહમંત્રી તરીકે ફરજ આવે છે.

    કોચીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો
    આ સ્પર્ધા માટે ઇન્ડિયા મલ્લખંભ ટીમના 6 ભાઈઓ તથા 6 બહેનોનો સઘન કોચિંગ કેમ્પ 28 એપ્રિલથી 6 મે 2023સુધી ઉજ્જૈન, મધ્યપ્રદેશ ખાતે રાખવામાં આવ્યો હતો. તેઓને સવારે ચાર કલાક તથા સાંજે ચાર કલાક સઘન તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પના ઇન્ચાર્જ તરીકે દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર યોગેશ માલવિયા દ્વારા મલ્લખંભનું કોચિંગ આપવામાં આવ્યું હતું. તથા સંગીતા ચોકસી, ડો. રાજકુમાર શર્મા અને રીતુ પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    વિજય કપ સાથે ટીમ

    વિજય કપ સાથે ટીમ

    11 દેશોએ ભાગ લીધો
    આ વિશ્વ મલ્લખંભ ચેમ્પિયનશિપમાં કુલ 11 દેશો જેવા કે યુએસએ, બ્રાઝિલ, ફ્રાન્સ, વિયેતનામ, બહેરીન, સાઉથ આફ્રિકા, જાપાન, નેપાળ, ઇન્ડિયા તથા અન્ય ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઇન્ડિયા ટીમના ભાઈઓ તથા બહેનોના વિભાગે ટીમ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ તથા યુએસએની ટીમે સિલ્વર મેડલ અને નેપાળની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

    ગોલ્ડ મેડલ મેડલ મેળવ્યો
    વ્યક્તિગત ઓલ-રાઉન્ડ ચેમ્પિયનશિપ તથા એડ્રેટસ ચેમ્પિયનશિપમાં ભાઈઓ તથા બહેનોમાં ઈન્ડિયા ટીમે ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال