- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- 43 Branches Of SBI In Valsad District On The First Day Of Exchange Of Rs 2,000 Notes, Traffic In Banks Remained Normal, Crowding Was Less Than Expected.
વલસાડ8 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાની સ્ટેટ બેંક સહિત જિલ્લામાં બેંકોમાં 2000ની નોટ સ્વીકારવાની પ્રથમ દિવસે કોઈ ભીડ જોવા મળી ન હતી. વલસાડ જિલ્લાની 33 અને સંઘ પ્રદેશની 10 બેંકોમાં સામાન્ય ટ્રાફિક રહ્યો હતો. બેન્ક કર્મચારીઓ દ્વારા 2000ની નોટ સ્વીકારવાના પ્રથમ દિવસે કોઈ વધારે પડતી ભીડ બેંકોમાં જોવા મળી ન હતી.

RBI દ્વારા આજથી દેશની તમામ બેંકોમાં 2000ની નોટ બેંકમાં પરત જમા કરાવવાના પ્રથમ દિવસે વલસાડ જિલ્લાની તમામ SBIની બેંકમાં કોઈ ખાસ ભીડ જોવા મળી ન હતી. RBIની ગાઈડલાઈન મુજબ બેંકના ખાતામાં 2000ની નોટ જમા કરાવવા માટે કોઈ લિમિટ રાખવામાં આવી હતી. ખાતેદાર સિવાય ના લોકો માટે 10 નોટ ઍકચેન્જ કરવાની છૂટ આપવામાં આવી છે તે માટે પણ કોઈ ભીડ કેસ કાઉન્ટર ઉપર જોવા મળી ન હતી. વલસાડ જિલ્લાની SBIની લીડ બેંક અંદર આવતી 43 બ્રાન્ચઓમાં બેન્ક દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નોટ જમા કરાવવા કે નોટ ઍકચેન્જ કરવા લોકોની ભીડ જોવા ન મળી હતી. જિલ્લાની તમામ બેંકોમાં 30 નવેમ્બર સુધી 2000ની નોટ સ્વીકારવા તથા ઍકચેન્જ કરવામાં આવશે. પ્રથમ દિવસે જિલ્લાની તમામ બેંકોમાં ઓછી ભીડ રહેતા બેંક કર્મચારીઓએ રાહત અનુભવી હતી