‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મની ટિકિટ બતાવો ને ચા-કોફી ફ્રીમાં પીવો, યુવાનોમાં જાગૃતતા લાવવા સ્કીમ બહાર પાડી | Show 'The Kerala Story' movie ticket and get free tea-coffee, scheme launched to create awareness among youth | Times Of Ahmedabad

સુરત31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલ દેશમાં ‘ધ કેરલા સ્ટોરી’ નામની ફિલ્મની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. આ ફિલ્મની કહાનીને લઈને તે ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ દ્વારા ફ્રીમાં યુવાનોને ફિલ્મ બતાવવાની અપીલ પણ કરવામાં આવી રહી છે ત્યારે સુરતના એક ચા વાળાએ સ્કીમ શરૂ કરી છે. જેમાં કેરલા સ્ટોરી ફિલ્મની ટિકિટ બતાવો અને ચા અથવા કોફી ફ્રીમાં પીવો.

ફ્રી ચા-કોફીની ઓફર
સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીની બાજુમાં ચાલતી ‘કેસરિયા’ ચા નામની દુકાનના સંચાલક રાજન સિંગે ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ જોઈને આવવાવાળા લોકો માટે ચા-કોફીની ફ્રી ઓફર શરુ કરી છે. ચાની દુકાન પર આવતા લોકો ફિલ્મ જોઈ આવ્યા હોય એવા લોકો ફિલ્મની ટિકિટ બતાવે તો એમની દુકાન પર ફ્રીમાં ચા-કોફી લોકોને પીવડાવવામાં આવે છે.

લોકોએ આ મૂવી ચોક્કસ જોવી જોઈએ
સુરતમાં ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને લઈને ચાલી રહેલી આ ચા વાળાની ઓફરની વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે, લોકોને પ્રોત્સાહન આપવાનો એક નાનકડો પ્રયાસ છે અને ફિલ્મ જોઈને આવવાવાળા લોકો અને દુકાનના સંચાલક ખુશ જોવા મળ્યા હતા અને કહ્યું કે, લોકોએ આ મૂવી ચોક્કસ જોવી જોઈએ.

50થી વધુ યુવાનોએ ફિલ્મની ટિકિટ બતાવી ચા-કોફી પીધી
મૂળ બનારસના 42 વર્ષીય રાજન સિંગ 17 વર્ષથી સુરતમાં રહે છે. પહેલા ટેકસટાઇલના કામ સાથે સંકળાયેલા હતા. નોટબંધી બાદ ચાની દુકાન કરી હતી. હાલ સુરતમાં બે દુકાન છે. મહાવીર યુનિવર્સિટી પાસે આવેલી દુકાન પર ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મની સ્કીમ રાખવામાં આવી છે. ફિલ્મની ટિકિટ બતાવો અને ફ્રીમાં ચા અથવા કોફી ફ્રીમાં પીવો. આ સ્કીમ 15 મે સુધી રાખવામાં આવી છે. 8 તારીખથી આ સ્કીમમાં શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં 50થી વધુ યુવાનો ફિલ્મની ટિકિટ બતાવી ચા અથવા કોફી પીધી છે.

યુવાનોમાં જાગૃતતા આવે તેવા વિચાર સાથે સ્કીમ રાખી
રાજન સિંગે જણાવ્યું હતું કે, ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મનું ટ્રેલર પણ જોયું હતું અને ફિલ્મ રિલીઝ થયા બાદ પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી. ફિલ્મમાં જે પરિસ્થિતિ બતાવવામાં આવી છે, તેને લઈને યુવાનોમાં જાગૃતતા આવે તેવા વિચાર સાથે આ સ્કીમમાં શરૂઆત કરી હતી. મારી કેસરિયા ચાની દુકાન ભગવાન મહાવીર યુનિવર્સિટીની બાજુમાં જ છે, જેથી યુવાનોમાં જાગૃતતા આવે તે માટે જ આ સ્કીમ કરી છે.

લોકો ફ્રીમાં મુવી જોવા માટે પણ લઈ જાય છે
સુરતના લોકો કોઈ પણ ઇવેન્ટને સારી રીતે ઈન્જોય કરતા હોય છે ત્યારે સુરતમાં જ્યારથી ‘ધ કેરલા’ મૂવી રિલીઝ થયું ત્યારે કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા લોકો ફ્રીમાં મૂવી જોવા માટે લઈ જતા હોય છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સટાફને પણ મૂવી જોવા માટે લઈ જવામાં આવી હતી.

أحدث أقدم