મોરબીના ઉદ્યોગકારો સાથે છેતરપીંડીના બનાવો રોકવા SITની રચના, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ તૈયાર | SIT formed to stop fraud cases with businessmen of Morbi, team of officers including PSI ready | Times Of Ahmedabad

મોરબી41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં આવેલ સિરામિક સહિતના ઉદ્યોગ દેશ અને વિદેશમાં માળનું વેચાણ કરતા હોય છે અને વેપારીઓ સાથે ચિટિંગના કિસ્સા બનતા હોય છે. જે બનાવો અટકાવવા માટે અનેક રજૂઆત આવતી હોય છે. જેને પગલે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

જે ટીમમાં અધિકારીઓ અને કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. સીટમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ વી આર સોનારા, પીએસઆઈ જે સી ગોહિલ તેમજ પોલીસ કર્મચારી ચંદુભાઈ કળોતરા, ક્રિપાલસિંહ ચાવડા, રામભાઈ મંઢ, વિક્રમભાઈ ભાટિયા, ભરતભાઈ જીલરીયા, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીયા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી તમામ અરજીની ઊંડાણપૂર્વક તપાસ કરી પુરાવા આધારિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે અને ઉદ્યોગકારો સાથે ચિટિંગ કરનાર ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરી નાણાકીય છેતરપીંડી અટકાવવા પ્રયાસ કરવામાં આવશે.

أحدث أقدم