SP રાઠોડ દ્વારા ગ્રામ્યના 193 પોલીસકર્મીઓની સામુહિક બદલી, સિમેન્ટની વજનદાર ફ્રેમ માથે પડતા 6 વર્ષની બાળકીનું મોત | Mass transfer of 193 rural policemen by SP Rathore, 6-year-old girl dies after falling on heavy cement frame | Times Of Ahmedabad

રાજકોટ5 કલાક પહેલા

  • કૉપી લિંક
SP જયપાલસિંહ રાઠોડ - Divya Bhaskar

SP જયપાલસિંહ રાઠોડ

રાજકોટ શહેર બાદ જિલ્લા પોલીસમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગત સપ્તાહ દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા 18 જેટલા પીઆઇ બાદ 25 થી વધુ કોન્સ્ટેબલની અરસપર બદલી કરવામાં આવ્યા બાદ હવે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા 193 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે. લાંબા સમયથી એક ને એક જગ્યા પર ફરજ બજાવતા એલસીબી, પેરોલ ફર્લો જેવી મહત્વની બ્રાંચ ઉપરાંત આટકોટ, ઉપલેટા, જસદણ, જામ કંડોરણા, જેતપુર તાલુકા, જેતપુર સીટી, ધોરાજી, પડધરી, પાટણવાવ, ભાડલા, ભાયાવદર, મહિલા પોલીસ સ્ટેશન, લોધીકા, વિરપુર, વિંછીયા, શાપર, કોટડાસાંગાણી, ગોંડલ તાલુકા-સીટી સહિતના પોલીસ મથકોમાં અરસપરસ બદલી કરવામાં આવી છે આ તમામને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીની જગ્યા પર હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

સિમેન્ટની વજનદાર ફ્રેમ માથે પડતા 6 વર્ષની બાળકીનું મોત
મુળ મધ્યપ્રદેશના દિલીપભાઇ ભુરીયા પોતાના પત્ની સાથે મજૂરી કામ કરે છે અને અહીં જ પોતાના 4 સંતાનો સાથે રાજકોટના સોખડા ગામે રહે છે. આજે બપોરે બારેક વાગ્યે દિલીપભાઇ અને તેમના પત્ની કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને તેમના બાળકો ત્યાં કારખાનામાં કામના સ્થળ પાસે જ રમતા હતા. તે સમયે કોઇ પણ રીતે ભૂગર્ભ ગટરના ઢાંકણાની સિમેન્ટની વજનદાર ફ્રેમ દિલીપભાઇની દિકરી દિવ્યા (ઉ.વ.6)ની માથે પડતા બાળકી ફ્રેમ નીચે દબાઇ ગઇ હતી તેની સાથે રમતા અન્ય બાળકોએ દેકારો કરતા દિવ્યાના માતા-પિતા ઉપરાંત અન્ય મજુરો તુરંત દોડી આવ્યા હતા. ફ્રેમ નીચે દબાયેલી દિવ્યાને હટાવી બહાર કાઢી હતી. બાળકી બેભાન હોય તુરંત તેને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવેલ. અત્રે ફરજ પર હાજર તબીબોએ દિવ્યાને મૃતક જાહેર કરતા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. કુવાડવા રોડ પોલીસને જાણ થતા હોસ્પિટલે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.

ઓશીકા નીચેથી મોબાઈલની ચોરી
રાજકોટ મનપા કમીશ્નર બંગલાની બાજુમાં આવેલ મકાનમાંથી અને શિવસંગમ સોસાયટીમાં ભાડે મકાનમાં રહેતી છાત્રાના મોબાઇલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે ફરિયાદી દ્રષ્ટી ભરતભાઇ કાચા (ઉ.વ.22) એ જણાવ્યું હતું કે, તે એસ્ટ્રોન ચોકમાં આવેલ કલાવીથ બ્રાન્ડીંગ એન્ડ એડવર્ટઈઝર્સ કંપનીમા ડીજીટલ માર્કેટીંગ એકજીયુટીવ તરીકે નોકરી કરે છે. ગઈ તા.7 ના સવારના આઠક વાગ્યાની આસપાસ તેને જાગીને જોયુ તો તેના ઓશીકા નીચે રાખેલ રેડમી કંપનીનો મોબાઈલ ફોન ગાયબ હતો. જે અંગે તપાસ કરતાં મોબાઈલ ફોન ક્યાંય ન મળતાં કોઈ અજાણ્યો શખ્સ રૂમમાં પ્રવેશ કરી મોબાઈલ ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.

ઘરકામ મામલે ઝઘડો થતાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ જામનગર રોડ પર લાખાબાપાની વાડીની બાજુમાં રહેતી યુવતીએ ગઈકાલે રાત્રે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. યુવતીના પિતા ગેરેજ ચલાવે છે. ગઈકાલે તેની નાની બહેન આહના સાથે ઘરકામ મામલે ઝઘડો થતાં તેનું માઠું લાગી આવતા તેને પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધું તપાસ હાથ ધરી છે.

أحدث أقدم