No results found

    વડોદરાની મહિલા હેડ કોન્સ્ટેબલે SRP કોન્સ્ટેબલ પતિ સામે ફરિયાદ નોંધાવી, કહ્યું- ‘પતિ ચારિત્ર્ય અંગે શંકા કરીને મારઝૂડ કરે છે’ | Vadodara woman head constable files complaint against constable husband serving in SRP, says: Husband casts doubt on character | Times Of Ahmedabad

    વડોદરા6 કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર

    વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલે ચારિત્ર્ય પર શંકા રાખીને મારઝૂડ કરતા SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. નવાપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

    પતિ માનસિક ટોર્ચર કરે છે
    મહિલા હેડ કોન્સ્ટેબલે પતિ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન થયા બાદ 2008માં મારા પતિની બદલી થતાં સુરતથી વડોદરા થઈ જતાં અહીં રહેવા આવ્યા હતા. હું મારા પતિ સાથે SRP કેમ્પ લાલબાગ ખાતે રહેતી હતી. ત્યાર બાદ અમે ત્રણ વર્ષ પહેલા અમો બન્નેના સયુકત નામે રુપીયા 61 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યુ હતું. આજથી આશરે દોઢક વર્ષ પહેલા હું SRP ગ્રૂપના મારા પતિના ક્વાટરમાં રહેતી હતી ત્યારે મારો પતિ મને અવારનવાર તે બદચલન છે અને તું બીજા સાથે સબંધ રાખે છે, તેવુ કહી મને માનસિક ટોર્ચર કરતો હતો. શારીરિક ઇજાઓ કરીને ગાળો આપી ધમકીઓ આપતો હતો.

    મારઝૂડ કરતા ઝઘડો થયો
    આ બાબતમાં ગણપતિ વિસર્જન બાદ આ બાબતે મને ખૂબ માર મારતા ઝઘડો થતાં તેણે મારા મમ્મી- પપ્પાને એસ.આર.પી કંપનીમાં બોલાવ્યા હતા અને તેઓને પણ મારા પતિએ જણાવ્યું હતું કે, ‘તમારી છોકરી બીજા સાથે સબંધ રાખે છે, મારે જોઇતી નથી, તમારા ઘેર લઇ જાઓ.’ જેથી મારા મમ્મી-પપ્પા તેમના ઘરે લઇ ગયા હતા. મને શારીરિક ઇજાઓ થઈ હોવાથી સારવાર કરાવી હતી. મને સારુ થઈ જતાં હું પરત વડોદરા આવીને મારી નોકરી પર હાજર થઈ ગઈ હતી અને અમારે થોડા સમય બાદ સમાધાન થઈ જતા હું મારા પતિ સાથે અમારા નવા મકાનમાં રહેવા જતી રહી હતી અને તે વખતે મારા મમ્મી અમારા સાથે રહેતા હતા.

    પતિ સમજવા તૈયાર નથી
    એકાદ મહિના બાદ ફરીથી મારા પતિએ મારા ચરિત્ર પર શંકા મુકીને ઝઘડો કરતા હું મારી જાતે મકાન છોડી ભાડાના મકાનમાં રહેવા જતી રહી હતી અને મારા પતિ આ અમારું મકાન અન્ય લોકોને ભાડે દેવાના હતા. તેથી હું ફરી પાછી અમારા મકાનમાં ૨હેવા જતી રહી હત. અને ત્યાં હાલ હું એકલી રહુ છું અને મારો દિકરો જુનાગઢ ખાતે ભણે છે. મારા પતિ મને અવારનવાર આ રીતે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હોવાથી સમાજના માણસોને ભેગા મળી અમારા વચ્ચે યોગ્ય નિકાલ કરવાનું સમજાવવા છતા મારા પતિ સમજ્યો નહોતો.

    છુટાછેડા માટે 50 લાખ માગે છે
    મારા પતિએ જણાવ્યું કે, તારે છૂટાછેડા જોઇતા હોય તો મને 50 લાખ રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત મારા મમ્મી-પપ્પાએ લગ્ન વખતે આપેલા તથા મારી જાત મહેનતથી લીધેલા સોનાના દાગીનાઓ આ મારા પતિએ પોતાની પાસે રાખ્યા છે, તે પરત આપતા નથી તથા મકાનના લોનના હપ્તા પણ ભરતા નથી. અમારા બન્નેના શી-ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવા છતા આ માણસ સુધરતો નથી. આ મામલે મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال