Sunday, May 14, 2023

રાજ્યના પ્રથમ ઓપન વેબ ગર્ડર કીમ રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ | State's first Open Web Girder Keem Railway Overbridge launched by Union Minister of State for Railways Darshanaben Jardosh | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • State’s First Open Web Girder Keem Railway Overbridge Launched By Union Minister Of State For Railways Darshanaben Jardosh

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.65 કરોડના ખર્ચે નવનિર્મિત ટૂ-લેન રેલવે ઓવર બ્રિજથી 40 ગામની 1.25થી વધુની વસ્તીને ટ્રાફિકથી રાહત મળશે. કીમ ખાતે 72 મીટર સ્પાન ROB ધરાવતો રાજ્યનો પ્રથમ ઓપન વેબ ગર્ડર રેલ્વે ઓવરબ્રિજનો એક તરફનો બ્રિજ ખુલ્લો મુકાયો છે. રોજબરોજ આવાગમન કરતા હજારો વાહનચાલકોને રાહત થશે.

વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ
કિમ રેલવે સ્ટેશન પાસે વર્ષોથી વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો અનુભવ કરવો પડતો હતો. વર્ષોથી સ્થાનિક નેતાઓને આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નેતાઓના પેટનું પાણી હલતું ન હતું. કીમ રેલવે સ્ટેશન ઉપર સાંજના સમયે કિલોમીટર સુધીની લાઈનો લાગી જતી હતી, તેના કારણે સ્થાનિક લોકો તો પરેશાન થતા હતા પરંતુ, ત્યાંથી લાંબા અંતર માટે જતા વાહન ચાલકો પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતા હતા પરંતુ, રાજકીય આગેવાનોએ આ બાબતે હંમેશા ઉદાસિનતા સેવી હતી. આખરે આજે બ્રિજનું લોકાર્પણ થતાની સાથે જ લાખો લોકોને હાસકારો થયો છે.

કીમ, ઉત્રાણ અને સાયણ રેલવે સ્ટેશનનોને પણ વિકસિત કરાશે
કેન્દ્રીય રેલ્વેમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક શહેરનું રેલવે સ્ટેશનએ ‘હાર્ટ ઓફ ધ સિટી’ હોય છે. સિટીના ડેવલપમેન્ટ માટે સ્ટેશન નજીકના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો હમેશાં પ્રગતિમાં હોય છે ત્યારે સ્થાનિક જનતા અને વાહનચાલકોની સુવિધા વધારવી એ રેલવે તંત્રનું ધ્યેય રહ્યું છે. કીમ, ઉત્રાણ અને સાયણ રેલવે સ્ટેશનનો પણ આ યોજનામાં સમાવેશ કરાયો છે. આવનાર સમયમાં સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ થવાથી મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે. જ્યાં રેલવે, GSRTC સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.

Related Posts: