Thursday, May 11, 2023

ભાવનગરના રામમંત્ર મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે વિદ્યાર્થિની ઝડપાઈ | A student was caught with two bottles of English liquor from Rammantra temple in Bhavnagar | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રામમંત્રમંદિર પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક વિદ્યાર્થીનીની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતી પાસે રહેલ પ્લાસ્ટિકના થેલા માંથી બે બોટલ મળી
સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ મથકનો ડી-સ્ટાફ પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, રામમંત્રમંદિર પાસે એક યુવતી શરાબનો જથ્થો લઈને ઉભી છે જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે પહોંચી એક યુવતીને અટકમાં લઈ તેનું નામ-સરનામું સાથે તેના કબ્જામાં રહેલ મુદ્દામાલની તલાશી હાથ ધરી હતી. યુવતી શહેરની કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે, આ યુવતી પાસે રહેલ પ્લાસ્ટિકના થેલા માંથી બે ઈંગ્લીશ દારૂની બોટલ વિના પાસ-પરમિટે મળી આવતાં પોલીસે શરાબનો જથ્થો કબ્જે કરી રૂપિયા 1240 ના મુદ્દામાલ સાથે યુવતી વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.