જુનાગઢ ખાતે સિંહનાં ત્રણ માસના બચ્ચાંનાં જડબાંનું સફળ ઓપરેશન, હવે ખાઈ શકે છે માંસ | Successful jaw surgery of three-month-old lion cub at Junagadh, can now eat meat | Times Of Ahmedabad

જુનાગઢ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કામધેનું યુનિવર્સિટી હસ્તકની વેટરનરી કોલેજ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે સિંહનાં ત્રણ માસના બચ્ચાંનાં જડબાંનાં ફ્રેકચરની 10 જાન્યુઆરીના સર્જરી કરવામાં આવી હતી.ફરી તેમના જડબાની સોનોગ્રાફી કરી ચેક કરવામાં આવ્યું હતું .અને હાલ આ સિંહ બાળ 7 માસનું થયું છે ત્યારે તે ખોરાક સારી રીતે લઇ શકે છે. અને આ સિંહ બાળને જશાધાર એનિમલ સેન્ટર ખાતે ડોકટરો ની ટીમ દેખરેખમાં રાખવામાં આવ્યું છે..આગામી દિવસોમાં જંગલમાં મુક્ત કરાશે..

ગત 10 જાન્યુઆરી ના સિંહનાં બચ્ચાંને ગીર (પૂર્વ) ધારી ડિવિઝનની પાણીયા રેન્જમાંથી જડબાંનાં ભાગે ઈજા થયેલ હોવાથી રેસ્કયુ કરી જેને વધુ સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર, જસાધાર ખાતે મોકલવામાં આવેલ જ્યાં જડબાંનું ફ્રેકચર હોવાનું માલુમ પડેલ. જેથી આ સિંહનાં બચ્ચાંને જુનાગઢ વેટરનરી કોલેજના હોસ્પિટલમાં લાવી તેની સફળ સર્જરી ડૉ. વૈભવસિંહ ડોડીયા, ડૉ. હાર્દિક રોકડ, ડૉ. પિયુષ માળવી (એનિમલ કેર સેન્ટર, જસાધાર) તથા વેટરનરી કોલેજની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતી આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યું તેવું ડોકટર વૈભવસીંહ દ્વારા જણાવવા માં આવ્યું હતું. સિંહનાં બચ્ચાંની સફળ સર્જરી કરવામાં આવી હતી ત્યારબાદ 7 માસનું આ સિંહ બાળ ને ફરી જૂનાગઢ ખાતે એક અઠવાડિયા પહેલા સોનોગ્રાફી કરી અને ચેક કરવામાં આવ્યું અને સારી રીતે જડબુ કામ કરતું થયું હતું. અને સારી રીતે ખોરાક પણ લઈ શકે છે

આ સિંહ બાળ હવે શિકાર કરવા ખૂબ પરિપક્વ થઈ ગયું છે અને તમામ ડોકટરો ની ટીમ સાથે મળી આ ઓપરેશન માં સફળતા મળી છે આ પ્રથમ વાર સિંહ બાળ ના જડબા નું ઓપરેશન કરવામાં આવ્યું છે હાલ આ સિંહ બાળને હવે જંગલમાં મુક્ત થવા પણ પરિપૂર્ણ છે અને તમામ ડોકટરો સાથે રહી અને મોનીટરીંગ કરવામાં આવ્યું છે.

મદદનીશ પ્રાધ્યાપક વેટેનરી ક્લિનિકલ કોમ્પલેક્ષ વિભાગ માંથી ડોક્ટર વૈભવસિંહ ડોડીયા એ જણાવ્યું હતું કે વેટરનરી ક્લિનિક ખાતે 4 મહિના પહેલા ધારી ડિવિઝનના પાણીયા રેન્જના એક સિંહ બાળના જડવાનું ઓપરેશન અહીં કરવામાં આવ્યું હતું અને આ સિંહ વાળના જડબા નું ફેક્ચર થયું હતું તે સમયે આ સિંહના જડબામાં વાયરીંગ કરીને બે કલાક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન કર્યા ને ચાર મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારબાદ હાલના સમયમાં ઓપરેશન કર્યા બાદનો એક શ્રી કરવામાં આવ્યો હતો અને જાણ્યું હતું કે આ સિંહણના ઓપરેશન બાદ તેની પરિસ્થિતિમાં કેટલો સુધાર આવ્યો છે. ત્યારે ઓપરેશનનો ચીટર મેળવ્યા બાદ માલુમ પડ્યું છે કે તે સંપૂર્ણપણે સાચું થઈ ગયું છે.

જ્યારે આ સિમર નું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે આ સિંહ બાળને પ્રવાહી આપવામાં આવતું હતું. પરંતુ હાલના સમયમાં રાબેતા મુજબ આ સિંહ વાળને માસ ખવડાવવામાં આવે છે અને આ સિંહાડ બહુ સારી રીતે માસ ખાય છે. એટલે હવે આ સિંહ બાળક શિકાર માટે પણ પોતાની જાતે સક્ષમ થઈ ગયું છે. જ્યારે સીમરના જડબાનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે સિંહ બળદ ત્રણ મહિનાનું હતું અને હાલમાં આ સિંહબાળની ઉંમર સાત મહિના છે ..

أحدث أقدم