સુરત કોંગ્રેસે ફટાકડા અને મીઠાઈ વેચી, કહ્યું:'કર્ણાટકની જનતાએ ભાજપને હારનો સ્વાદ ચખાડ્યો' | Surat Congress celebrates victory by selling crackers and sweets, says - People of Karnataka taste defeat to BJP | Times Of Ahmedabad

સુરત32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આજે સ્પષ્ટ બહુમતી કોંગ્રેસની સરકાર આવી હોય તેને લઈને સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી રહી છે. જીતના વધામણાંના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસના કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા અનેક પ્રસાર કરવામાં આવ્યો હતો તેને લઈને કોંગ્રેસની સરકાર કર્ણાટક વિધાનસભામાં બહુમતીથી આવી છે. તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મક્કાઈ પુલ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલયે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાઓ ફોડીને મોઢું મીઠું કરાવીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

ભાજપને કર્ણાટકની જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો
કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો મોંઘવારી તેમજ હપ્તાખોરી બંધ થશે તેવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આશા રાખી હતી અને ભાજપની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. કલ્પેશ બારોટે(મહામંત્રી બક્ષી પંચ વિભાગ, સુરત પાલિકા) જણાવ્યું હતું કે, ધર્મના નામે પ્રજાને ગેરમાર્ગે દોરનાર ભાજપને કર્ણાટકની જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા
કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તમામ નાના-મોટા ગામડાઓ અને શહેરોના કોંગ્રેસ પ્રમુખોને વિજયોત્સવ મનાવવા આવી રહ્યો છે. જે બાદ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કર્ણાટકમાં મળેલી ભવ્ય જીતનો વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ‘રાહુલ ગાંધી આગે બઢો હમ તુમ્હારે સાથ હે’ના સુત્રોચ્ચાર કર્યા હતા.

أحدث أقدم