સુરતના યુવકે સાયબર ફ્રોડ કરી ઘરે કરોડો રૂપિયા ભેગા કર્યા, પોલીસે રૂપિયા કબજે કરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી | Surat youth collected crores of rupees at home by committing cyber fraud, police seized the money and informed the income tax department | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Youth Collected Crores Of Rupees At Home By Committing Cyber Fraud, Police Seized The Money And Informed The Income Tax Department

સુરત2 કલાક પહેલા

  • કૉપી લિંક
સુરત સાયબર પોલીસે 1.41કરોડ રોકડા રૂપિયા કબજે કર્યા - Divya Bhaskar

સુરત સાયબર પોલીસે 1.41કરોડ રોકડા રૂપિયા કબજે કર્યા

સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસે બાતમીને આધારે 1,41,00,000 રોકડા રૂપિયા કબજે કર્યા છે. પોલીસને બાતમીદાર માહિતી આપી હતી કે ઊન પાટિયામાં રહેતો યુવક જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે સાયબર ફ્રોડના મોટી સંખ્યામાં રોકડ રકમ ઘરે રહેલી છે. જે આધારે તપાસ કરતા સાયબર પોલીસે 2000,500 અને 200 ના દર ની એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. અને આ અંગે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને વધુ તપાસ માટે જાણ કરી છે. તો ખરેખર આ રૂપિયા સાગર ફ્રોડ ના છે કે નહીં તે અંગે પણ સાઇબર પોલીસે તપાસ હાથ ધરી છે.

એક કરોડથી વધુ રકમ સાયબર પોલીસે કબજે કરી

સુરત શહેરમાં જુદા જુદા પ્રકારના આચરવામાં આવતા સાયબર ફ્રોડનાં ગુન્હાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજે રોજ પ્રયત્ન કરતી હોય છે. અને સાગર રોડ નો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે સુરતના સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે આજે એક અંગત બાતમીદાર દ્વારા બાતમી આપી હતી કે , ઉન પાટીયા વિસ્તારમાં મદની મસ્જીદની બાજુમાં, સુમીત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબાર નગર ના ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે. અને તેના ઘરે કરોડો રોકડા રૂપીયા રાખેલ છે. આ બાતમી આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બાકી મુજબના ઘરે તપાસ કરતા એક કરોડથી વધુ ની રોકડ રકમ પોલીસને મળી આવી હતી.

સાયબર પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાંથી રૂ.2000 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-500 મળી રૂ.10,00,000 તથા રૂ500 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-23,100 મળી 1,15,50,000 તથા રૂ.200 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-6000 મળી રૂ.12,00,000 તથા રૂ 100 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-3500 મળી રૂ.3,50,000 મળી કુલ્લે રૂ.1,41,00,000 મળી આવેલ હતા. પોલીસે તમામ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.

એક કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલ ના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રેડ કરી ત્યારે તેના ઘરે વસીમ હાજર હતો નહીં. ઘરે તેના માતા પિતા અને પરિવારના સભ્યો જ હાજર હતા. જેથી પોલીસે તમામ રોકડ કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે. તે ઉપરાંત અમારી સાયબર સેલ ની ટીમ દ્વારા જે રીતે બાતમી આપવામાં આવી હતી તે મુજબ સાયબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. જો તપાસમાં વસીમ પટેલ દ્વારા કોઈપણ પ્રકારનું સાઇબરફોડ કરીને રૂપિયા ભેગા કર્યા હોવાનું જણાશે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરી પગલા ભરવામાં આવશે.

أحدث أقدم