લુણાવાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો; કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું | Taluka welcome program held at Lunawada Mamlatdar office; The applications were positively disposed of under the chairmanship of the Collector | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Taluka Welcome Program Held At Lunawada Mamlatdar Office; The Applications Were Positively Disposed Of Under The Chairmanship Of The Collector

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે નરેન્દ્ર મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય અને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ 13 જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્વાગતના કુલ 7 પ્રશ્નો અને ગ્રામ સ્વાગતના કુલ 6 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગો માટેની કુલ 13 ફરિયાદો હતી. આ તમામ ફરીયાદોના અરજદારઓને સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો સહિત તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

أحدث أقدم