ભારતીય ફિશરીઝ અધિકારીઓની ટીમ પંજાબના અમૃતસર વાઘા બોર્ડરેથી માછીમારોનો કબજો સંભાળશે, પરિવારજનોમાં હર્ષનો માહોલ | A team of Indian fisheries officials will take custody of the fishermen from Amritsar Wagah border in Punjab, the families are jubilant. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Team Of Indian Fisheries Officials Will Take Custody Of The Fishermen From Amritsar Wagah Border In Punjab, The Families Are Jubilant.

દ્વારકા ખંભાળિયા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાકિસ્તાની જેલમાં કેદ રહેલા અંદાજે 653 ભારતીય માછીમારો પૈકી 199 જેટલા માછીમારોને પાકિસ્તાન આવતીકાલે જેલમાંથી મુક્ત કરશે. માછીમારોને કબજો લેવા રાજ્યના ફિશરીઝ અધિકારીઓની ટીમ જરૂરી રેકર્ડ સાથે પંજાબ અમૃતસરના વાઘા સરહદે જશે. તમામ માછીમારોને અમૃતસર ખાતેથી ટ્રેન મારફતે પ્રથમ બરોડા લવાશે અને ત્યાંથી ખાસ બસો મારફતે તા.15/05/2023ના માછીમારો વેરાવળ તથા દ્વારકા ખાતે પહોચશે.

ખુબ લાંબા સમય બાદ પાકિસ્તાને કેદમાં રાખેલા અંદાજે 653 ભારતીય માછીમારોમાંથી 199 માછીમારોને કેદ મુક્ત કરી રહ્યું છે. તેનો કબજો લેવા માટે રાજ્યના ફિશરીઝ અધિકારીઓ સહિત આઠ અધિકારીઓની ટીમ જરૂરી રેકર્ડ સાથે વાઘા સરહદે જવા રવાના થઇ છે.

પાકિસ્તાનની કરાંચી જેલમાંથી 199 ભારતીય માછીમારોને 12મી એ છોડવામાં આવશે. તેમની 13મી એ અમૃતસર પાસે વાઘાબોર્ડર અટારી રેલવે સ્ટેશને લવાશે. ત્યાં તેઓની ભારતીય સુરક્ષા એજન્સીઓ તપાસ, પુછપરછ અને વેરીફીકેશન કરશે. અમૃતસરથી જ રાત્રીની ટ્રેનમાં માછીમા૨ોને રવાના કરવામાં આવશે. ટ્રેનમાં બરોડા પહોંચ્યા બાદ ખાસ બસો દ્વારા 15મીની સાંજ સુધીમાં માછીમારો આવી પહોંચશે.આ 199 માછીમારોમાં 22 જેટલા માછીમાર દ્વારકા જિલ્લાના હોવાનું જાણવા મળેલ છે.

12મીએ 199 માછીમારો ઉપરાંત એક ભારતીય સિવિલિયન કેદીને પણ પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાશે. પાકિસ્તાન-ઇન્ડીયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રસી સંસ્થા પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની કરાંચીની લાંધી અને માલી૨ જેલમાં ભારતના 631 માછીમારો અને એક નાગરિક કેદ છે. પાકિસ્તાન દ્વારા 12મી મેના રોજ 200 માછીમા૨ોને મુક્ત કરવાના હતા, તેમાંનો એક માછીમાર ઝુલ્ફીકાર કે જેનું કરાંચીની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેને તાવ અને છાતીની બીમારી સબબ હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં તેની સ્થિતિ બગડતા ફેફસાના ચેપને કારણે તેનું નિધન થયું હતું. તેથી હવે 199 માછીમા૨ો મુક્ત થશે.

أحدث أقدم