No results found

    આદર્શ શિક્ષક અને અગ્રણી સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનુ જૈફ વયે નિધન | Thakorbhai Amin, an exemplary teacher and prominent cooperative leader, passed away at a young age | Times Of Ahmedabad

    ભરૂચ30 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    જંબુસર તાલુકાનાં નોંધણા ગામના વતની ઠાકોરભાઈ છોટાભાઈ અમીનનું 95 વર્ષની જેફ વયે હૃદય રોગનાં હુમલામાં અમેરિકા ખાતે નિધન થયું. નિધનનાં સમાચાર પ્રાપ્ત થતા જ સમગ્ર ભરૂચ જિલ્લામાં શોકની લાગણી જન્મી હતી. તેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે.

    નોંધણા ગામમાં પુસ્તકાલયની સ્થાપના તેમજ માધ્યમિક શાળાના આદ્ય સ્થાપક પદે તેમ જ દસ વર્ષ સુધી ગામના સરપંચ પદે તેમજ તાલુકા પંચાયતનાં સભ્ય અને જિલ્લા પંચાયતનાં સભ્ય પદે સાથે લેન્ડ મોર્ગેજ બેંકના ચેરમેન પદે અને જનતા કેળવણી મંડળ જંબુસરમાં દીર્ઘકાલીન સમય સુધી મંત્રી પદે તેઓએ સેવા બજાવી હતી.

    ભરૂચ અને નર્મદા જિલ્લા ની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીમાં સતત ૨૮ વર્ષ સુધી ચેરમેન પદે તેઓ રહ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે ઠાકોર ભાઈ અમીને રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓ માં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. તેમનાં અવસાનના પગલે જિલ્લામા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال