ન્હાવા પડેલા ત્રણ બાળકો સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબ્યા, રાત્રે શોધખોળ જોખમી હોવાથી ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી, વહેલી સવારે શોધખોળ કરાશે | Three bathing children drowned in Dholidhaja dam, fire brigade team conducts search | Times Of Ahmedabad

6 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 3 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. ત્રણેય કિશોરો ગરમીના કારણે ન્હાવા માટે ડેમમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમે દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી કરી હતી. જોકે, રાત પડતાં શોધખોળ બંધ કરાઇ છે. વહેલી સવારે ફરી શોધખોળ કરાશે. મહત્વનું છે કે, સૌની યોજનામાં ડેમ પાણી પૂરો પાડતો હોવાના કારણે ડેમની સપાટી 18 ફૂટે ભરેલી છે.

ડેમ પાસેથી કિશોરોના ટુવ્હિલર ડેમ પાસેથી મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઇને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા છે. બાકીના બે કિશોરો જણાવે છે કે, અમે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રો નહાવા પડ્યાં એ ત્રણેય મિત્રો ડેમમાં ડુબી ગયા હતા. અમે બંને બહાર બેસીને મોબાઇલમાં વીડિયો ગેમ રમતા હતા. ડુબેલા ત્રણ મિત્રોમાંથી એકના પિતા આર્મીમાં છે.

વહેલી સવારે શોધખોળ કરાશે
રાત પડી ગઇ હોવાથી અને ડેમ સૌની યોજનામાં પાણી છોડાતા 18 ફૂટ પાણી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ઓપરેશન જોખમી હોવાથી પડતું મૂકીને બહાર નિકળી ગયા છે અને વહેલી સવારથી ફરી ઓપરેશન શરૂ કરવામાં આવશે. હાલતો ડુબેલા ત્રણેય યુવાનોના પરિવારજનોના રોકકડ અને આક્રંદથી વાતાવરણમાં ગમગિનીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ સહિત લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ગઇકાલે ભરૂચમાં ડૂબી જતાં 6ના મોત થયા હતા
શુક્રવારે ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક છોકરો ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા જતા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને પોલીસનો કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો. હોસ્પિટલ પર પરિવારના સભ્યોમાં આક્રંદનો માહોલ છવાયો હતો.

દરિયામાં અમાસની ઓટ 6 જિંદગીને તાણી ગઈ
ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામના ગોહિલ પરિવારના સાત સભ્યો શુક્રવારે અમાસ હોવાથી દરિયાકાંઠે ફરવા ગયા હતા અને અહીં ન્હાવાની મજા માણી રહ્યા હતા. અમાસની ભરતી બાદ ઓટનો સમય હતો ત્યારે પરિવારના સભ્યો ન્હાઈ રહ્યા હતા ત્યારે એક છોકરો ડૂબવા લાગતા પરિવારના અન્ય સભ્યો તેને એક બાદ એક બચાવવા જતા તમામ ડૂબ્યા હતા. તાબડતોડ આસપાસથી અન્ય લોકો દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકો સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે સારવાર હેઠળ છે.

أحدث أقدم