હિમતનગરના વીરપુરમાં શ્રી રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કળશમાં પાણીથી મૂર્તિઓને જલાભિષેક કરાયો,આવતીકાલે પ્રતિષ્ઠા કરાશે | Three-day Pran Pratishtha festival of Sri Ramdevpir temple in Veerpur, Himatnagar, Idols were anointed with water in kalash, pratishtha will be held tomorrow | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Three day Pran Pratishtha Festival Of Sri Ramdevpir Temple In Veerpur, Himatnagar, Idols Were Anointed With Water In Kalash, Pratishtha Will Be Held Tomorrow

સાબરકાંઠા (હિંમતનગર)30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિમતનગરના વીરપુર ગામે આવેલા આસામપાર્કના વણકરવાસમાં નવરાત્રી ચોકમાં શ્રી રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ રામદેવજીની મૂર્તિ પર યજમાનોના હસ્તે કળશમાં પાણીથી જલાભિષેક કરવામાં આવ્યો હતો. તો આવતીકાલે મહોત્સવની પુર્ણાહુતીએ બાબા રામદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાશે.

હિમતનગરના વીરપુરમાં શ્રી રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો માંગલિક પાવન પ્રસંગોમાં શનિવારે પ્રાયશ્ચિત,પંચાગકર્મ,મંડપ પ્રવેશ,દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન,ગ્રહહોમ પૂજન, સંધ્યા પૂજન અને આરતી કરવામાં આવી હતી. બીજા દિવસે રવિવારે સવારે પ્રાતઃપૂજન,કુટીરહોમ સંતોનું સામૈયું,જલધારી બાદ મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. જે ગામમાં ફરીને પરંત નિજ મંદિરે ફરી હતી. ત્યારબાદ રામદેવજીની મૂર્તિ સાથે પરિવારની મૂર્તિઓ,કળશ,ધજાદંડનું યજમાનોના હસ્તે મંત્રોચ્ચાર સાથે પાણીથી ભરેલા 108 કળશના પાણીથી જલાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વપ્નવિધિ બાદ ધાન્યા ધિવાસ, આધ્યાપૂજન અને સાંયઆરતી કરવામાં આવી હતી. રવિવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું છે. તો આવતીકાલે સોમવારે ત્રીજ દિવસે સવારે 8 વાગે પ્રાતઃપૂજન,શાંતિ પૌષ્ટિક હોમ, પીન્ડીકા પૂજન, શિખર ધજા રોહણ, ઉત્તર પૂજન, પ્રતિષ્ઠા પૂજન બાદ મહાઆરતી કરાશે.

أحدث أقدم