રાધનપુરના અરજણસર ગામના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન લીલા સંકેલી | Tired of being tortured by moneylenders in Arjansar village of Radhanpur, a middle-aged man drank poisonous medicine and lived a life of life. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Tired Of Being Tortured By Moneylenders In Arjansar Village Of Radhanpur, A Middle aged Man Drank Poisonous Medicine And Lived A Life Of Life.

પાટણ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામી દેવા અગાઉ આઈજીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા દ્વારા અનેક લોક દરબારો આયોજિત કરી વ્યાજખોરોની ચુગાલમાં ફસાયેલા લોકોને પૂરતું રક્ષણ આપવાની ખાતરી આપવામાં આવી હતી. અને વ્યાજ ખોરી કરનાર ના નામ જોગ પાટણ શહેર અને જિલ્લામાં અનેક ગુનાઓ ની નોંધણી કરી વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ આરંભે સુરાની કહેવત પ્રમાણે જિલ્લામાં થોડોક સમય આવી પ્રવૃત્તિ પર રોક લાગ્યા બાદ આજે પુનઃ વ્યાજખોરોએ માથું ઉચકયુ હોય તેવી પ્રતિતી કરાવતો કિસ્સો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામથી સામે આવ્યો છે. રાવળ પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી અને મારવાની ધમકીના પગલે ઝેરી દવા ગટગટાવી પોતાની જીવન લીલા સંકેલી લેતા પ્રકાશમાં આવવા પામ્યો છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજખોરિનો ધંધો કરતા વ્યાજખોરોત્રાસ પુનઃ વ્યાપ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણ સર ગામના વિભા ભાઈ રાવળ નામના ઈસમ દ્વારા પોતાના જ ગામના કેટલાક વ્યાજ વટાનો ગેરકાયદેસર ધંધો કરતા આઠ જેટલા ઈસમો પાસેથી જરૂરના સમયે ઉચા વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોર ઈસમો દ્રારા વિભાભાઈ રાવળ પાસે પૈસાની કડક ઉધરાણી કરી મારવાની ધમકી આપતાં આ બાબતે વિભાભાઈ રાવળ દ્રારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતાં ગતરોજ વયાજખોરો વિભાભાઈ રાવળ ને પુનઃ ધમકી આપતાં તેઓ ગભરાઇ ગયા હતા અને પોતાના ઘરે દવા પી પોતાની જીવન લીલા સંકેલી લેતા પરિવારજનો મા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. આ બાબતે મૃતકના પુત્ર દ્રારા પોલીસ પર તપાસના આક્ષેપો કરી ન્યાય મળે અને વ્યાજખોર ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.

أحدث أقدم