ઇન્ડસ્ટ્રીઝોમાં ભુટકાળમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તનથી બચવા સંયુક્ત મિટિંગ, કારખાનેદારો હાજર રહ્યા | To avoid a repeat of past incidents in industries, factory workers from Anjani-Vedant's Sai Ambo were present. | Times Of Ahmedabad

સુરત39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
અંજની ઇન્ડસ્ટ્રીના કારખાનેદારો સાથે પોલીસે કાયદા વ્યવસ્થાને લઈને કરી મીટીંગ - Divya Bhaskar

અંજની ઇન્ડસ્ટ્રીના કારખાનેદારો સાથે પોલીસે કાયદા વ્યવસ્થાને લઈને કરી મીટીંગ

સુરતમાં અંજની ઇન્ડસ્ટ્રીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સમયાંતરે પ્રશ્નો ઉઠતા રહ્યા છે. લુમ્સના કારખાનામાં કામ કરતા કામદારો પૈકીના કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ દોડવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હતો જેને ધ્યાનમાં રાખીને આજે અંજની ઇન્ડસ્ટ્રી તેમજ અન્ય આસપાસની ઇન્ડસ્ટ્રીના કારખાને દારૂ અને પોલીસ અધિકારી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

કાયદો વ્યવસ્થા જાળવવા મિટિંગ
અંજની ઇન્ડસ્ટ્રીમાં પરપ્રાંતિયો કારધારો ખૂબ મોટી સંખ્યામાં છે. ઘણી વખત તેઓ વેતન વધારાને લઈને અથવા તો તેમની પોતાની કેટલીક માંગને પૂર્ણ કરાવવા માટે કારખાનેદારો ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જ વિસ્તારમાં ત્રિપલ મર્ડર જેવી ઘટના પણ ઘટી હતી તેમજ કારખાને દ્વારા તેમની માતૃભાષામાં કારખાનેદારોની સામે ઉશ્કેરાય તે પ્રકારના લખાણો લખેલા પોસ્ટરો પર લગાડવામાં આવ્યા હતા. જેને લઈને વારંવાર ફરિયાદ કારખાને દ્વારો દ્વારા પોલીસ અધિકારીઓને કરવામાં આવતી હતી.

મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ
અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું કે, આજે ડીસીપી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ તરફથી કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. જે પૈકી તમામ કામદારોના ડેટા એકત્રિત કરવામાં આવશે. તેમજ ઇન્ડસ્ટ્રીઝની અંદર સીસીટીવી કેમેરાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો શક્ય તેટલું કેમેરામાં કેદ થઈ શકે. તેમજ આવનાર દિવસોમાં એક પોલીસ ચોકી પણ શરૂ કરવામાં આવનાર છે જેથી કરીને અસામાજિક તત્વો ઉપર નિયંત્રણ લાવી શકાય.

أحدث أقدم