الأربعاء، 3 مايو 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરિક્ષીત બનાવટો માટે તાલીમ અપાશે, આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે | Training will be provided for tested products in Devbhoomi Dwarka district, application can be made on i-Khedoot portal | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયા30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેવભુમિ દ્વારકા જિલ્લાના મહિલાઓ માટે ચાલુ વર્ષમાં સરકાર દ્વારા “મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના” જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિક્ષીત બનાવટો જેમ કે જામ, જેલી, શોશ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો, સ્ક્વોશ, કોર્ડિયલ, સિરપ, સુકવણી, માર્માંલેડ, નેકટ૨ વગેરે જેવી વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવશે. આ તાલિમનો સમયગાળો બે દિવસ માટે 14 કલાનો રહેશે અને પ્રતિ દિન રૂ. 250/- લેખે વૃતિકા (સ્ટાઇપેન્ડ) આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમા ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગનું તાલીમી સર્ટીફીકેટ પણ એનાયત કરવામા આવશે.

જેનો લાભ લેવા માગતા મહિલા લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા. 31, મે સુધીમાં https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે આધારકાર્ડ, રેશન કાર્ડ અને બેંક બચત ખાતા-પાસબુકની નકલ રૂબરૂ કે ટપાલથી ખંભાળિયામાં ધરમપુર રોડ પર આવેલા જિલ્લા સેવા સદનમાં રૂમ નં. A/2/18, બીજા માળે નાયબ બાગાયત નિયામક કચેરીના સરનામે તાત્કાલીક મોકલી આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.