વાપીથી મંગાવેલા ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઇ, પાંચ ખેપીયા-બુટલેગર ઝડપાયા એક શખ્સ ફરાર | Truck full of English liquor-beer ordered from Vapi caught, five bootleggers caught, one absconding | Times Of Ahmedabad

ભાવનગર42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનના જવાનોએ ગતરોજ રાત્રીના સમયે પેટ્રોલીંગ દરમ્યાન વાપીથી એક ટ્રકમાં વિદેશી શરાબ-બિયરનો જથ્થા સાથે પાંચ આરોપીઓની ધડપકડ કરી હતી જયારે એક બુટલેગર દરોડા દરમ્યાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે બાતમી આધારે રેઈડ કરી હતી
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં સમયે વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના અજીતસિંહ મોરી રાજદિપસિંહ ગોહિલ સહિતના જવાનો બીટમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, મામસાથી નેસવડ ગામે એક ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક જવા રવાના થયો છે જે હકીકત આધારે જવાનો મામસા જીઆઇડીસીથી નેસવડ ગામ તરફ જવાનાં રોડ પર વોચમા હોય એ દરમ્યાન બાતમીદારોએ આપેલ વર્ણન વાળો ટ્રક નં-જી-જે-10-ટીટી 8859 તથા એક કાર રોડ સાઈડમાં અવાવરું સ્થળે નઝરે ચડતાં પોલીસ જવાનોએ વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરતા સ્થળ પર હાજર 6 પૈકી એક શખ્સ નાસી છુટ્યો હતો.

પાંચેય ઈસમોને પોલીસે પુછતાછ હાથ ધરી હતી
દરમ્યાન ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાં મસમોટી માત્રામાં પરપ્રાંતિય શરાબ તથા બિયરના ટીનનો જથ્થો જોવા મળતા આ દારૂ-બિયર અંગે અટક કરાયેલ શખ્સો પાસે પાસ-પરમિટ માંગતા શખ્સો સંતોષકારક જવાબ આપી શકયા ન હતા, આથી પોલીસે દારૂ-બિયર ભરેલ ટ્રક, કાર સહિત પાંચેય ઈસમોને પોલીસ મથકે લાવી તેના નામ-સરનામા સહિતની વિગતો પુછતાછ હાથ ધરી હતી, જેમાં અટક કરાયેલ શખ્સે પોતાના નામ જણાવેલ જેમાં અફઝલ કાદર સમા ઉ.વ.31 રે.કાલાવાડ જિ.જામનગર શહેઝાદ હુસેન રઝાકબીન આરબ ઉ.વ.27 રે.જામનગર વસીમ યુસુફ દરજાદા ઉ.વ.35 રે.જામનગર કરશન પ્રવિણ મકવાણા ઉ.વ.26 રે.તરસમીયા-ભાવનગર વિજય ઉર્ફે માઈકલ ઉર્ફે રાધે તુલસી ચુડાસમા ઉ.વ.32 રે.તરસમીયા અને ફરાર થઈ ગયેલ અર્જુન રણજીત મકવાણા રે.તરસમીયા વાળા હોવાનું જણાવેલ.

બુટલેગરો દારૂ-બિયરનુ કટીંગ કરવા આવતા ઝડપાયા
આ શખ્સોની પુછતાછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે ભાવનગર ના કરશન વિજય તથા અર્જુને આ ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યો હોય અને વસીમ યુસુફ દરજાદા એ વાપીથી દારૂ-બિયરનો જથ્થો ટ્રકમાં લોડ કરી આપ્યો હતો અને જામનગરના શખ્સો ભાવનગર ના બુટલેગરોને ડિલિવરી આપવા આવ્યાં હતાં જેમાં બુટલેગરો દારૂ-બિયરનુ કટીંગ કરવા આવતા ઝડપાઈ ગયાં હતાં આથી વરતેજ પોલીસે ટોરસ ટ્રક ઈંગ્લીશ દારૂ-બિયર રોકડ રકમ મોબાઈલ પાંચ મળી કુલ રૂ.34,22,600નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલ બુટલેગર અર્જુન ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

أحدث أقدم