હાઇડ્રોલિક પંપ ચોરીના આરોપીઓ સીસીટીવીમાં કેદ, નશીલા પદાર્થોની હેરફેર કરતો આરોપી ઝડપાયો, ગાયની અડફેટે આવતા યુવતી ઈજાગ્રસ્ત | Two accused of hydraulic pump and motor theft nabbed on CCTV footage, Crime Branch nabs juvenile accused in burglary | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ બે કારખાનામાંથી બે દિવસ પૂર્વે થયેલ હાઇડ્રોલિક પંપ તેમજ મોટર ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિજય ઉધરેજીયા અને કિરણ ઉધરેજીયા નામના બે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 13 હાઇડ્રોલિક જેક એક ઇલેક્ટ્રિક મોટર કબ્જે કરી 53,000 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોરદાર કરંટ લાગતાં છાતીના ભાગે દાઝી ગયા
રાજકોટ શહેરના ગ્રીનપાર્ક-2માં રહેતો પ્રિયાંશ નવનીતભાઇ ચૌહાણ (ઉ.વ.15) ગઇકાલે સાંજે રાજકમલ પંપ પાસે આવેલી પિતા અને મોટાબાપુની અંબાજી કાર એસેસરીઝ નામની દૂકાને આટો મારવા ગયો હતો. સાંજે લોખંડના પાઇપ સહિતનો માલ આવ્‍યો હોઇ તે પાઇપ પ્રિયાંશના મોટાબાપુ સંજયભાઇ અમરશીભાઇ ચૌહાણ (ઉ.વ.40) નીચેથી ઉપર ત્રીજા માળે ચડાવવા માટે ઉપર ઉભેલા વ્‍યક્‍તિને લંબાવી રહ્યા હતાં. દરમિયાન 20 ફુટની લંબાઇના આ પાઇપ ઉપર ચડાવવાના કામમાં પ્રિયાંશ પણ મોટાબાપુને મદદ કરવા સાથે જોડાયો હતો. આ વખતે પાઇપ રોડ પરથી પસાર થતી વીજલાઇનમાં અડી જતાં સંજયભાઇને જોરદાર કરંટ લાગતાં છાતીના ભાગે દાઝી ગયા હતાં અને સાથે પ્રિયાંશે પણ પાઇપને પકડયો હોઇ તેને પણ ઝટકો લાગ્‍યો હતો. હાલ બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતા સિવિલ ચોકીના સ્ટાફે બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂના ગુનામાં ફરતા આરોપીની ધરપકડ
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. ભક્તિનગર પોલીસમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા આરોપી ભરત સોરાણી (ઉ.વ.28) ને બેડલાં ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ બે વખત કુવાડવા પોલીસ સ્ટેશનમાં મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ આરોપી

પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ આરોપી

ઘરફોડ ચોરી કરનાર આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો
રાજકોટ ગોંડલ રોડ પર માલધારી ફાટક નજીક શ્વાન મેડિકોટ કારખાનામાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંકિત વિકાણી અને એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રોકડ 1.17 લાખ તેમજ ચાંદીના 11 સિક્કા તેમજ 5 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ વાહન મળી કુલ 1,68,750 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી મોડી રાત્રે કારખાના વિસ્તારમાં ચોરી કરવા જતા હતા અને કારખાનામાં રહેલ લોખંડના ભંગારની ચોરી કરી નાસી જતા હતા. ભંગાર ન મળે તો કારખાનાની ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલ વસ્તુઓની ચોરી કરી નાસી જતા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી આગાઉ પણ 2022 માં માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી અને મુદામાલ

ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી અને મુદામાલ

નશીલા પદાર્થોની હેરફેર કરતો આરોપી ઝડપાયો
રાજકોટ શહેર SOGની ટીમે 8 માસ પહેલા અમદાવાદ હાઈવે પરથી એક કારમાં લઈ પોસડોડા (અફીણના ડોડવા)નો 131 કિલો 643 ગ્રામ જથ્થો ઝડપી લીધો હતો. તે વખતે એક આરોપી ભાગવા જતા પકડાઈ ગયેલો પણ બીજો આરોપી નાસી જવામાં સફળ થયેલો જેને SOG ની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. ગત તા.23.09.2022ના રોજ અમદાવાદ નેશનલ હાઈવે પર SOG ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવેલી જેમાં સોખડા ચોકડી પાસે શંકાસ્પદ ફીયાટ કાર નીકળતા તેને રોકવા પ્રયત્ન કરેલો. જે જોઈ કારમાંથી બે શખ્સો ઉતરી ભાગવા લાગ્યા હતા. જેમાં થાનારામ દેરાજરામ મેઘવાળ (ઉ.વ.30) સ્થળ પર જ પકડાઈ ગયો હતો. જયારે તેની સાથેનો શખ્સ ભાગી છુટેલો શખ્સ 8 પાસ સુધી નાસતો ફરતો રહ્યો. જે પછી SOG ને બાતમી મળતા નાસી ગયેલ ભેરારામ ભીખારામ જાટ (ઉ.વ.28) ને રાજસ્થાન તેના વતનમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SOGની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

SOGની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

ગાય-કૂતરા વચ્ચે યુવતીનું એક્ટિવા લથડ્યું
​​​​​​​
રાજકોટની ગાંધી સોસાયટી શેરી નંબર-1માં રહેતી ઝીલ આબીદભાઇ મુંદ્રા (ઉ.વ.19) નામની મોડલીંગનો અભ્યાસ કરતી યુવતી ગત તા.13.05.2023 ના રોજ સાંજના સમયે તેની બહેનપણી સાથે એકિટવામાં કેવડાવાડી પાસેથી પસાર થતી હતી ત્યારે અહીં પાલતુ વાન લઇ નીકળનાર ભરત કાનગડએ પોતાની માલીકના શ્વાનને છુટુ મુકી દેતા તે ગાય પાછળ દોડી ભસવા લાગ્યું હતું. જેથી ગાય ભડકી ગઈ હતી અને તેણે સામેથી આવી રહેલા યુવતીના એકિટવાને હડફેટે લીધું હતું. ગાયે એકટિવાને હડફેટે લીધા બાદ યુવતી વાહનમાંથી ફંગોળાઇ થાંભલા સાથે અથડાઇ હતી જેથી તેને કપાળના ભાગે તથા આંખના ભાગે તથા મોઢાના ભાગે ઇજા પહોંચી હતી ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં અહીંથી રજા આપતા તેણે પાલતુ શ્વાનને રોડ પર છુટુ મુકી બેદરકારી ભયુ વલણ દાખવનાર ભરત કાનગડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ-289 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઝીલ આબીદભાઇ મુંદ્રા

ઝીલ આબીદભાઇ મુંદ્રા

أحدث أقدم