વોન્ટેડ આરોપી પાસેથી દેશી હાથ બનાવટના બે તમંચા અને એક જીવતા કારતૂસ મળી આવ્યા | Two country-made chamanchas and one live cartridge were recovered from the wanted accused | Times Of Ahmedabad

સુરત34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત સચિન GIDC પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો - Divya Bhaskar

સુરત સચિન GIDC પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી 2 મેના રોજ બે હાથ બનાવટના દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે GIDC પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ આરોપીની પૂછપરછ બાદ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની પાસેથી હાથ બનાવટનો એક તમંચો અને 3 જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ પોલીસે ત્રણ દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરતમાં સામે આવ્યું હતું કે, તે બંને હથિયાર પોતાના વતનથી લાવ્યા હતા અને સુરતમાં આ હથિયાર તેઓ વેચાણ કરવાના હતા.

બે દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપાયા
સુરતની સચિન GIDC વિસ્તારમાં વ્યક્તિ હાથ બનાવટના દિલથી તમંચા સાથે ફરી રહેતો હોવાની બાતમી સચિન GIDC પોલીસને મળી હતી. તેથી પોલીસ દ્વારા આ મામલે રાહુલ ગૌતમ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી દેશી હાથ બનાવટના બે તમંચા અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. રાહુલ ગૌતમની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેની સાથે પ્રિયાંશુ ગૌતમ નામનો પણ એક આરોપી સંડોવાયેલો છે ત્યારે સચિન GIDC પોલીસે પ્રિયાંશુ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

વોન્ટેડ આરોપી ઝડપાયો
​​​​​​​
સચિન GIDC પોલીસે બાતમીના આધારે સચિન GIDC ઊન સનામિલ પાસેથી વોન્ટેડ આરોપી પ્રિયાંશુ ગૌતમને પણ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી વધુ એક દેશી હાથ બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતુસ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા.

હથિયાર વેચવા માટે લાવ્યા હતા
​​​​​​​
જોઈન્ટ પોલીસ કમિશનર કે.એન.ડામોરે જણાવ્યું કે, સચિન GIDC​​​​​​​ પોલીસે રાહુલ ગૌતમ અને પ્રિયાંશુ ગૌતમની ધરપકડ કરી, બંને આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને બંને આરોપી પાસેથી કુલ ત્રણ દેશી હાથ બનાવટના તમંચા અને ચાર જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે, આ બંને આરોપી કોની પાસેથી દેશી હાથ બનાવટના તમંચા લાવ્યા હતા. કેટલા સમયથી તેઓ આ પ્રકારે હથિયારના વેચાણનું ગેરકાયદેસર રીતે કામ કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને તેઓ હથિયાર વેચી ચૂક્યા છે.

أحدث أقدم