الاثنين، 29 مايو 2023

માળિયાના નવલખી બંદરે કોલસો ભરવા બાબતે બે ઇસમોએ સુપરવાઈઝર સાથે મારામારી કરી | Two ISMOs clashed with supervisors over loading of coal at Navlakhi port in Malia | Times Of Ahmedabad

મોરબી24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માળિયાના નવલખી બંદર ખાતે કોલસો ભરવા બાબતે બોલાચાલી કરીને બે ઇસમોએ સુપરવાઈઝર સાથે માથાકૂટ કર્યા બાદ મારમારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. બનાવ મામલે બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના વાવડી રોડ પર કારિયા સોસાયટીમાં રહેતા ઇકબાલ સલેમાન કમોરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવલખી બંદરે શ્રીજી શીપીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. સાંજના સમયે કંપનીના સુપરવાઈઝર રમેશ નાથાભાઈ ભારાઈ કંપનીના પ્લોટમાં પડેલા કોલસો ભરાવવાનું કામ કરતા હોય ત્યારે મોટા દહીંસરા ગામના અનિરુધ્ધસિંહ જાડેજા તેની ટ્રકો નવલખી બંદર કોલસામાં ચાલે છે. તેઓ આવીને રમેશભાઈ સુપરવાઈઝર સાથે ટ્રકમાં કોલસો ભરાવવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલી રમેશભાઈને ઢીકા પાટું મારમાર્યો હતો.

ત્યારે દેકારો થતા દોડીને ત્યાં ગયા હતા તે વખતે અનિરુધ્ધસિંહે રમેશભાઈને કહ્યું હતું કે અમારી ગાડી ભરાવવામાં ધ્યાન આપજે નહીંતર હવે તને મારી નાખવો પડશે તેવી ધમકી આપી જતો રહ્યો હતો. અને બાદમાં નવલખી પોર્ટથી શ્રીજી કંપનીના સુપરવાઈઝર અને અન્ય કર્મચારી મોરબી જવા નીકળ્યા હતા. ત્યારે બસ પીપળીયા ચાર રસ્તા પાસે પહોંચતા અનિરુદ્ધસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ઓફીસ નજીક અનિરુદ્ધસિંહના ભાઈ મયુરસિંહ જાડેજાએ બસ રોકાવી હતી અને બસમાં ચડી ગયો હતો. જે અપશબ્દો બોલી તમારો સુપરવાઈઝર રમેશ ક્યાં ગયો અને અપશબ્દો બોલવાની ના પાડતા ફરિયાદી ઇકબાલને ઢીકા પાટું મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.