الثلاثاء، 9 مايو 2023

પાટડીના પીપળી ગામે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા | Two men caught betting on Pakistan-New Zealand match in Pipli village of Patdi | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડીના પીપળી ગામે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બજાણા પોલીસે પીપળી ગામેથી ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરી હાલમાં ચાલતી મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા બે શખ્સોને રૂ. 28,500ના મુદામાલ સાથે ઝબ્બે કર્યા હતા.

આ અંગેની બજાણા પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ બજાણા પોલીસના જયપાલસિંહ ઝાલા, ધૃવરાજસિંહ રાણા અને કે.જે.ચાવડા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે પાટડી તાલુકાના પીપળી ગામે મંદિર પાસે બે ઈસમો જાહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે હાલમાં ચાલતી પાકિસ્તાન ન્યુઝીલેન્ડની મેચમાં સટ્ટો રમતા હોવાનું માલુમ પડતા તેઓને કોર્ડન કરી પીપળી ગામના મેહુલ ભીખાભાઇ માલવણીયા અને રોહિત વિનોદભાઇ સાદરીયાને રોકડ રૂપિયા 20,000 અને મોબાઇલ નંગ-2, કિંમત રૂ. 8,500 મળી કુલ રૂ. 28,500ના મુદામાલ સાથે ઝડપી પાડી ક્રિકેટના સટ્ટા અંગેનો ગુન્હો દાખલ કરી બજાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બંને શખ્સો ડાયરીમાં લખેલા આંકડા મુજબ રનફેર તથા મેચની હારજીતનો પૈસાનો ઓનલાઇન સટ્ટો રમતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.