જામનગરમાં બે મહિના અગાઉ કોઈક ટ્રેકટર ભરી અગત્યના દસ્તાવેજો ઉપાડી ગયા, નાયબ કાર્યપાલક ઇજનરે ફાઈલો મંગાવતા પ્રકરણ બહાર આવ્યું | Two months ago, some tractor loaded important documents from the Jamnagar District Panchayat, the chapter came to light when the Deputy Executive Engineer called for the files. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Two Months Ago, Some Tractor Loaded Important Documents From The Jamnagar District Panchayat, The Chapter Came To Light When The Deputy Executive Engineer Called For The Files.

જામનગર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લા પંચાયત ભવનમાંથી બે માસ અગાઉ મહત્ત્વના દસ્તાવેજોની અધધ બે હજાર જેટલી ફાઇલોની ચોરી થઈ છે. સમગ્ર ભવન સીસીટીવી ઉપરાંત સિકયોરીટીથી સુસજજ હોવા છતાં રાત્રીના સમયે ટ્રેક્ટર ભરી અગત્યના દસ્તાવેજો કોઈક ઉપાડી ગયા હતા જેને લઈ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

આજથી બે મહિના પહેલાં ટ્રેક્ટરમાં કોઇ શખ્સ ઇલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યા બંધ ફાઈલો ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશો કરાયા છે. તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર જિલ્લા પંચાયતમાં ભારે હડકંપ મચાવી દેનારા આ પ્રકરણની વિગતો એવી છે કે, જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગ હેઠળના ઈલેક્ટ્રીક વિભાગની રેકાર્ડની ફાઈલ માટે એક અલગ રેકોર્ડ રૂમ આવેલો છે, જેમાં વર્ષોથી તમામ સાહિત્ય અકબંધ રાખવામાં આવ્યું છે. જે રેકર્ડ રૂમમાંથી કોઈ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનરે તાજેતરમાં કેટલીક ફાઈલો મંગાવી હતી, પરંતુ રેકર્ડ રૂમમાં સંખ્યાબંધ ફાઈલો ગુમ થઈ ગઈ હોવાનું ત્યારે જાણવા મળ્યું હતું, જેથી સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો.

આ મામલે ડી.ડી.ઓ. વિકલ્પ ભારદ્વાજ દ્વારા તપાસનો આદેશ કરાયો છે. સાથો સાથ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પણ સૂચના આપવામાં આવી છે. જેને લઈને જિલ્લા પંચાયત વર્તુળમાં ભારે હડકંપ મચી ગયો છે. જિલ્લા પંચાયતના પટાવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજથી બે મહિના પહેલાં કેટલાક શખ્સો રાત્રિના સમયે જિલ્લા પંચાયતની કચેરીમાં આવ્યાં હતા, અને ઈલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી ફાઈલો ઉઠાવી ગયા હતા. આ સમયે પટાવાળા દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે પટાવાળાને પણ ઉલટા સીધા જવાબો આપી દીધા હતા.

જે મામલે ઇલેક્ટ્રીક વિભાગના અધિકારીઓ, સિક્યુરિટી વિભાગ સહિત તમામની બેદરકારી સામે આવી છે. તેમજ બે મહિના જેટલો સમય વીતી ગયો હોવાથી સીસીટીવી કેમેરાનો રેકોર્ડિંગ પણ સચવાયું નથી, અને બે મહિના બાદ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હોવાથી અનેક ગોટાળાઓ જોવા મળી રહ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યાં પછી કોઈ નવાજૂની થાય અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.

આ મામલે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વારે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશ કરવામાં આવ્યાં છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરવામાં આવી છે.

أحدث أقدم