અમરેલીના રાજુલા બાયપાસ પાસે ઘાંસ ભરેલું ટ્રેકટર પલટી જતા બે લોકો ઈજાગ્રસ્ત | Two people injured when a tractor loaded with hay overturned near Rajula Bypass in Amreli | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ભારે વાહનો બેફામ રીતે ચલાવતા હોવાને કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલા બાયપાસ રોડ ઉપર ટ્રેક્ટર ટ્રોલીમાં બે ખેડૂતો નીરણ ઘાસચારો ભરીને પસાર થયા હતા. જોકે ટ્રેક્ટરની સ્પીડ વધુ હોવાને કારણે બેલેન્સ ગુમાવી દેવાના કારણે ટ્રેક્ટર પલટી મારતાં વાહન ચાલકોમાં અફડા તફડી સર્જાય હતી અને આ ઘટનામાં બે લોકોને ઇજા થઇ હતી.

આનંદભાઈ નાજાભાઈ કવાડ ઉ.40,અશોકભાઈ નાથાભાઇ કવાડ ઉ.42 બને ખેડૂતોને નાના મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રોલીથી વિખૂટું પડી જતા ક્રેઇન બોલાવવાની ફરજ પડી હતી અને ક્રેઇનની મદદથી ટ્રેક્ટરને ઉભું કરાયુ હતું. ઘાસચારો પણ રોડ ઉપર ફેલાયો હતો.

જિલ્લા ટ્રાફિક શાખા સ્પીડમાં દોડતા વાહનો સામે કાર્યવાહી ક્યારે કરશે?
અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક દંડની કાર્યવાહી કરતા વધુ જોવા મળે છે ત્યારે ભારે વાહન ચાલકો બેફામ રીતે ચલાવતા હોવાને કારણે સ્ટેટ હાઇવે ઉપર સ્પીડમાં દોડતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે તો અકસ્માતની ઘટનામાં ઘણા અંશે ઘટાડો આવી શકે તેમ છે.

أحدث أقدم