પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અનેક વિકાસ કામો મંજૂર, ઝડપી-ગુણવત્તાયુક્ત કામો કરવા તાકીદ | Under the chairmanship of Minister-in-Charge Raghavji Patel, many development works have been approved, urgent to carry out speedy-quality works. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Under The Chairmanship Of Minister in Charge Raghavji Patel, Many Development Works Have Been Approved, Urgent To Carry Out Speedy quality Works.

રાજકોટ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે કલેકટર કચેરી ખાતે રાઘવજી પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી રાઘવજી પટેલે જિલ્લાના રૂ. 152.75 કરોડનાં વિવિધ 31 જેટલા નવા વિકાસ કામો સહિતના અનેક કામોને મંજૂરી આપી હતી. આ તકે તેઓએ પ્રજાલક્ષી પાયાના વિકાસ કામો પારદર્શી રીતે, ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આયોજન મંડળની બેઠકમાં રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલ વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત ચાલી રહેલા વિવિધ જોગવાઇઓ હેઠળના વિકાસકામો, બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્ત તથા હેતુફેર, સ્થળફેર, કામો રદ કરવા આવેલ દરખાસ્તો વગેરે અંગે પરામર્શ કર્યો હતો. તેમજ જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. બેઠકમાં રાજકોટ જિલ્લાના વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની વર્ષ 2023-24 માટેના બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્તો મંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

આ બેઠકમાં મંજુર થયેલા કામોમાં પડધરી તાલુકામાં રૂ.125 લાખના ખર્ચ થનારા 36 કામોની દરખાસ્તોને, કોટડા સાંગાણી તાલુકામાં રૂ.100 લાખના ખર્ચે થનારા 35 કામોની દરખાસ્તોને, વિછિયા તાલુકામાં રૂ.125 લાખના ખર્ચે થનારા 57 કામોની દરખાસ્તોને, જસદણ તાલુકામાં રૂ.125 લાખના ખર્ચે થનારા 50 કામોની દરખાસ્તોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના રૂ. 152.75 લાખના ખર્ચે થનારા 31 કામોના આયોજન પણ મંજૂર કરાયા હતા.

أحدث أقدم