વલસાડ6 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામેં ધગળમાળથી ધોધડકુવા રોડ ઉપર બેકાબુ ટવેરાના ચાલકે બાઈકને ઠોકર મારી હતી. બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં બાઈકના ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતની ઘટનામાં દાદરા નગર હવેલી સેલવાસના સાયલી ગામનો DN-09-L-2063 ટવેરા ચાલકે પુરઝડપે અને રોંગ સાઈડમાં ચલાવી આવી ચાલકે રોંગ સાઈટ એચ ટી. વીજ પોલને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બેકાબુ ટવેરા ચાલકે સામે બાઈક સવારને અડફેટે લેતા પાટી ગામના બાબુભાઇ ગમનભાઈ પટેલ નું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતમાં વીજ પોલ તૂટી પડવાથી રોડ ઉપર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. રોડ ઉપર પડેલા પોલ ને ખસેડી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક વીજ પુરવઠો મળે એ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવ મામલે પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવા માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.