No results found

    સમય પૂરો થઈ ગયા બાદ પણ પાલિકાના સંશાધનોનો ઉપયોગ? | Use of municipal resources even after time is up? | Times Of Ahmedabad

    આદિપુરએક કલાક પહેલા

    • કૉપી લિંક
    • આદિપુરમાં કામનો ગાળો પુરો થયા બાદ ચાર્જેબલ સેવાનો આક્ષેપ

    ગંધીધામ અને આદિપુરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે, જેના કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે ટપ્પર ડેમમાંથી પાણી માંડ્યા બાદ સંકુલ ને પૂરું પાડી શકાય છે. તેમાંય આદિપુરના અમુક વિસ્તારોમાં તો પાણી આવતું જ ન હોવાથી ટ્રેકટર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનો લાભ લઇ પાલિકામાં કોન્ટ્રાકટ દ્વારા ટેન્કર ફિટ કરી પાણી પહોંચાડતા ઠેકેદાર પાલિકાનો સમય પૂરો થઈ ગયા બાદ પણ અનોખી સેવા આપી, ઓવર ટાઈમ કરી ખાનગી ફેરા કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

    આદિપુરના ટાંકામા ઠેકા પર રાખવામાં આવેલા કર્મચારી સરકારના નિયમ મુજબ સાંજે 4 થી 4-30 ની નોકરી કર્યા બાદ સરકારી ટ્રેક્ટરથી પ્રાઇવેટ ફેરા કરી આર્થિક ઉપાર્જન કરાતું હોવાનો આક્ષેપો ઉઠી રહ્યા છે. જે વિસ્તારમાં નગરપાલિકાના ટ્રેકટર વરધી પર જતા નથી, તે વિસ્તારોમાં પણ વરધી પતાવી દેવામાં આવે છે. તો તેમાં લાયન્સંસ, ક્લીનર જેવા નિયમોનું પાલન પણ ન કરાતું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال