વડોદરાની પરિણીતાને બીજી વખત લગ્ન કર્યા બાદ પણ સાંસારીક જીવનનું સુખ ન મળ્યું, પતિના ત્રીજા લગ્ન હતા | A Vadodara married woman did not find the happiness of worldly life even after her second marriage, her husband's third marriage. | Times Of Ahmedabad

વડોદરા33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ત્રીજી વખત લગ્ન કરવા તૈયાર થયેલા વેપારી યુવાન સાથે બીજી વખત લગ્ન કરવા છતાં પરિણીતાના જીવનમાં સાંસારીક જીવનનું સુખ ન હતું. બે વર્ષ પૂર્વે બીજી વખત લગ્ન કરીને સાંસારીક જીવનની શરૂઆત કરનાર પરિણીતાને પતિ અને જેઠ દ્વારા પિયરમાંથી રૂપિયા 10 લાખ લાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. દહેજના ભૂખ્યા પતિ અને જેઠના ત્રાસથી ત્રસ્ત થઇ ગયેલી પરિણીતાએ આખરે વારસીયા પોલીસ મથકમાં પતિ અને જેઠ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પતિ ફર્નિચરનો વ્યવસાય કરે છે
આ બનાવની વિગત એવી છે કે, વડોદરાની મનિષા (નામ બદલ્યું છે)ના વર્ષ 2020 બીજા લગ્ન હરણી-વારસીયા રિંગ રોડ ઉપર આવેલ અર્થ આઇકોનમાં રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતા જયેશ ભેરવાની સાથે થયા હતા. પતિ જયેશના પણ મનિષા સાથે ત્રીજા લગ્ન હતા. જયેશનો પ્રથમ પત્નીનો દસ વર્ષનો પુત્ર છે અને મનિષાને પ્રથમ પતિનો 13 વર્ષનો પુત્ર છે.

સામાન્ય બાબતોમાં ઝઘડો કરતો હતો
મનિષાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન કર્યા બાદ પતિ, જેઠ અને સસરા સાથે દયાલનગરમાં રહેતી હતી. શરૂઆતનું લગ્ન જીવન સારી રીતે ચાલ્યું હતું. લગ્નના દિવસો પસાર થયા બાદ ખબર પડી કે પતિ દારુનો બંધાણી છે. રોજ પતિ જયેશ દારુ પીને ઘરે આવતો હતો અને નાની નાની બાબતોમાં ઝઘડો કરીને માર મારતો હતો.

જેઠ પણ મારતો હતો
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, મારા જેઠ કમલેશ પણ ઝઘડો કરીને માર મારતા હતા. મોડી રાત્રે તેમના મિત્રોને ઘરે બોલાવી દારુની મહેફીલ માનતા હતા. આ અંગે વિરોધ કરતી હોવાથી તેઓ મારઝૂડ કરતા હતા અને પતિ જયેશને પણ ગેરમાર્ગે દોરી મરાવતા હતા. આખરે મનિષા અને તેના પતિને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

મિત્રોને બોલાવી દારુની મહેફીલ કરતા હતા
દયાલનગરના મકાનમાંથી કાઢી મૂક્યા બાદ મનિષા અર્થ આઇકોનમાં પતિ તથા પોતાના પુત્ર સાથે સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. પતિની અગાઉની પત્નીનો પુત્ર દયાલનગરમાં રહેતો હતો. અર્થ આઇકોનમાં રહેવા ગયા બાદ પતિ રોજ દારુ પીને આવતો હતો અને મારઝૂડ કરતો હતો. પિયરમાંથી દુકાન કરવા માટે 5-10 લાખ લાવવા માટે દબાણ કરતો હતો અને મારઝૂડ કરતો હતો અને જણાવતો હતો કે, પિયરમાંતી 5-10 લાખ લાવી શકતી ન હોય તો તારા પુત્રને લઇને ચાલી જા.

જન્મ દિવસે માર માર્યો
મનિષાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે માસ પહેલાં જન્મ દિવસ હતો. ત્યારે પિતાના ઘરે હતી. ત્યારે પતિ ઘરે આવ્યો હતો અને માર માર્યો હતો. અર્થ આઇકોન ખાતે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં છોડી દીધી હતી અને પતિ જયેશ તેના દયાલનગરના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. તે બાદ તેને કોઇ સંપર્ક કર્યો ન હતો.

વારસીયા પોલીસમાં ફરિયાદ
મનિષાને પોતાનું બીજી વખતનું પણ લગ્ન જીવન સુખમય પસાર થશે નહિં તેમ જણાતા વારસીયા રિંગ રોડ ઉપર આવેલા દયાલનગરમાં રહેતા પતિ જયેશ ભેરવાની અને જેઠ કમલેશ ભેરવાની સામે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વારસીયા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

أحدث أقدم