Tuesday, May 16, 2023

વાપીની યુનિયન બેંકના ખાતેદાર સાથે ઠગાઈ કરવાના કેસનો મામલો, ઝડપાયેલા આરોપીએ જામીન પર મુક્ત થવા કરેલી અરજી નામંજૂર | Vapi's case of defrauding Union Bank owner, bail plea of arrested accused rejected | Times Of Ahmedabad

વલસાડ3 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં એક મહિલા ખાતેદારની ચેકબુક મેળવી મહિલાની જાણ બહાર મહિલાના ખાતામાંથી રૂ.20.59 લાખની ઠગાઈ કરી હતી. મહિલાની બેંકની ચેકબુક મેળવી અલગ અલગ ચેક વડે અલગ અલગ વ્યક્તિઓના ખાતામાં કુલ 20.59 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તે કેસમાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ પી એસ સૈનીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની ખાતેદાર સાવિત્રી દેવી નામની મહિલાની બેંકના ખાતાની ચેકબુક મેળવી ખાતેદાર મહિલાની જાણ બહાર બેંકના ચેક ઉપર ખોટી સહી કરી આરોપીઓના અલગ અલગ ખાતાઓમાં કુલ રૂ. 20.59 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. સવિતા દેવીને ઘટનાની જાણ થતાં બેંકમાં ચેક કરાવતા તેમની ખોટી સહી કરીને કેટલાક ઈસમોએ અલગ અલગ ખાતાઓમાં RTGS અને NEFT વડે અલ્લાહ અલગ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી મળતા વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં વાપી ટાઉન પોલીસે રાકેશકુમાર ક્રિષ્નાકુમાર ગુરવની ધરપકડ કરી હતી. આરોપીના રિમાન્ડ પુરા થતા જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. તે આરોપીએ જેલમાંથી મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી એસ સૈનીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વાપીના એડિશનલ સેશન્સ જજ પી એસ સૈનીએ વાપીની યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ઠગાઇ કરી રૂપિયા ઉસેટનાર આરોપી રાકેશકુમાર ક્રિષ્નાકુમાર ગુરવની વાપી ટાઉન પોલીસ દ્વારા ગુનામાં ધરપકડ કર્યા બાદ આરોપીએ જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો

Related Posts: